આમચી મુંબઈમહારાષ્ટ્રવેપારશેર બજાર

શેરબજારને ડોલાવશે ૪૦૦ કંપનીના પરિણામ, જાણો કઇ મુખ્ય કંપનીઓ સામેલ છે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ
: શેરબજારની નજર સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝન પર રહેશે કારણ કે ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં ૪૦૦થી વધુ કોર્પોરેટ ખેલાડીઓ તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે કોન્સોલિડેશન મોડમાં રહેવાની ધારણા છે, પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્પેસમાંથી ટેકો મળી શકે છે, જે ગયા સપ્તાહના આઉટપરફોર્મર છે.

આ પણ વાંચો : મણપ્પુરમ ફાઇનાન્સ શેરમાં ૧૫ ટકાનો કડાકો, આગળ શું લાગે છે?

આ કંપનીઓમાં આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, કોલ ઇન્ડિયા અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.
એ જ સાથે એસીસી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ સર્વિસ, ઈન્ટરગ્લોબ એવિએશન, વન ૯૭ કોમ્યુનિકેશન્સ (પેટીએમ), ઝોમેટો, ઇન્ડસ પાવર, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ, કોફોર્જ, જેએસડબ્લ્યુ એનર્જી, ટીવીએસ મોટર કંપનીના નાણાકીય પરિણામ પણ જાહેર થશે.

આ પણ વાંચો : Hyundai IPO ખુલતાની સાથે જ આટલા ટકા સબ્સ્ક્રાઇબ થયો, આ કિંમત પર લીસ્ટ થવાની શક્યતા

આ ઉપરાંત પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, કોલગેટ પામોલિવ, સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, વરૂણ બેવરેજિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, કર્ણાટક બેંક, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, આઈડીબીઆઈ બેંક, પૂનાવાલા ફિનકોર્પ, ટોરેન્ટ ફાર્મા, યસ બેંક અને આઇડીએફસી ફર્સ્ટ બેંક પણ તેમના ત્રિમાસિક પરિણામ જાહેર કરશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker