નેશનલ

Arvind Kejriwal ને આ  કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી : પીએમ મોદીના ડિગ્રી વિવાદ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ  કેજરીવાલને(Arvind Kejriwal) આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની અરજી ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યું હતું. અરવિંદ કેજરીવાલે  તેને રદ કરાવવા માટે પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે તેમા દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી અને તેને આ કોર્ટે ફગાવી દીધી હતી.

બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું

ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું હતું કે, ‘અમે દખલ કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યો હતો અને તેને ફગાવી દેવામાં આવી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સંજય સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અલગ હતું, પરંતુ બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું.

ગુજરાત કોર્ટમાં હાજર થવું પડશે.

આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રીએ દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે અહીંથી પણ રાહત નહીં મળતા તેમણે ગુજરાત કોર્ટમાં હાજર થવું પડશે.

ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી

કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને નેતાઓએ પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બંને વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ બંને નેતાઓએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અરજી મેન્ટેનેબલ નથી કારણ કે તેઓએ યુનિવર્સિટી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ગુજરાત યુનિવર્સિટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેની છબીને નુકસાન થયું છે અને આ માટે તેને ટ્રાયલનો સામનો કરવો જોઈએ.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker