આપણું ગુજરાતરાજકોટ

Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસમા ત્રણ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો

લોધીકા : રાજકોટ(Rajkot) જિલ્લાના લોધીકામાં વિધાર્થી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શાળાના શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરતા  એક વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી. ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ પરિવારજનોએ શિક્ષકોને કાયમ માટે સસ્પેન્ડ કરવાની માગ કરી છે. દરમિયાન આ કેસમાં બે શિક્ષિકા અને એક શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે.

ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધાયો

માધ્યમિક સ્કૂલના ત્રણ શિક્ષકોના ત્રાસ અને ધમકીના કારણે વિધાર્થીએ સ્યુસાઈડ કર્યુ હોવાની વાત સામે આવી હતી જેને પગલે શિક્ષણ વિભાગ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે, શાળામાં અન્ય વિધાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવશે, સાથે સાથે લોધીકા પોલીસ દ્વારા ઘટના અંગે ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

લોધીકામાં વિધાર્થીના આપઘાત કેસમાં તપાસ તેજ

વિધાર્થીએ સમગ્ર કેસમાં સ્યુસાઈડ નોટમા શિક્ષકોના ત્રાસની વાત કરી છે. મોટવડાની સરકારી શાળામાં વિધાર્થી ભણતો હતો અને પરીક્ષાનું પેપર આપી તે ઘરે આવ્યો અને વીડિયો બનાવ્યો અને આપઘાત કર્યો હતો. શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્રુવિલ વારું નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તપાસ તેજ કરી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker