નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આ બિઝનેસમેન બન્યો કરણ જોહરનો પાર્ટનર! ધર્મા પ્રોડક્શન્સનો 50% હિસ્સો ખરીદ્યો

મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહર(Karan Johar)ની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ(Dharm Production)નો મોટો હિસ્સો અદાર પૂનાવાલા(Adar Poonawala)એ ખરીદી લીધો છે. પૂનાવાલાની સેરેન એન્ટરટેઈનમેન્ટે ધર્મા પ્રોડક્શન્સનો હિસ્સો ખરીદવાની રેસમાં રિલાયન્સ અને સારેગામાને માત આપી હતી. સેરેન એન્ટરટેઈનમેન્ટે ₹1000 કરોડમાં ધર્મા પ્રોડક્શન્સમાં 50% હિસ્સો ખરીદ્યો છે. બાકીની 50% માલિકી કરણ જોહર પાસે રહેશે.

આ પાર્ટનરશીપ વિશે વાત કરતા, અદાર પૂનાવાલાએ કહ્યું, “દેશના સૌથી પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાંના એક સાથે ભાગીદારી કરવાની તક મળતાં મને આનંદ થાય છે. અમે ધર્માનું નિર્માણ અને વિકાસ કરવાની આશા રાખીએ છીએ. આવનારા વર્ષોમાં તેને નવી ઊંચાઈએ લઇ જઈશું.”

ધર્માના એક્ઝિક્યુટિવ ચેરમેન કરણ જોહરે જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ, ધર્મા પ્રોડક્શન્સ ભારતીય સંસ્કૃતિના સારને પ્રસ્તુત કરતી હૃદયસ્પર્શી વાર્તાઓ લઈને આવે છે. મારા પિતાએ એવી ફિલ્મો બનાવવાનું સપનું જોયું હતું જે કાયમી અસર છોડીને જાય અને મેં મારી કારકિર્દીને તે વિઝનને અગાળ વધારવા માટે સમર્પિત કરી છે, અમે એક નજીકના મિત્ર અને એક સ્વપ્નદ્રષ્ટા સાથે જોડાયા છીએ, અમે ધર્માના વારસાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે તૈયાર છીએ.”

આ પણ વાંચો…..માથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર, લાલ સાડી” સોનાક્ષીએ રાખ્યું કરવા ચોથનું વ્રત

તેમણે વધુમાં કહ્યું કે, “આ પાર્ટનરશીપ ગ્લોબલ એન્ટરટેનમેન્ટ ભાવિને સ્વીકારીને આપણા વરસાનું સન્માન કરવા વિશે છે. ધર્માની સફર નોંધપાત્ર રહી છે, અને આ પાર્ટનરશીપ એવું કેન્ટેન્ટ બનાવવાની શક્યતાઓનું ખોલશે જે સરહદો પાર અને પેઢીઓ સુધી અસાર છોડશે.”

નોંધનીય છે કે ધર્મા પ્રોડક્શન એ ભારતની અગ્રણી ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના 1976 માં યશ જોહર દ્વારા કરવામાં આવી હતી અને હવે કરણ જોહર તેનું સંચાલન કરે છે. ચાર દાયકાથી વધુ સમયમાં ધર્મા પ્રોડક્શન્સે ભારતીય ફિલ્મ ઉદ્યોગમા ઘણી લોકપ્રિય સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે..

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker