ઇન્ટરનેશનલ

ગાઝાના લોકોને મોતના મુખમાં ધકેલતો Yahya Sinwar અને તેનો પરિવાર ટનલમાં માણતો હતો વૈભવી જીવન

તેલ અવીવ : હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ ઇઝરાયેલ બદલો લેવા હમાસને નાબૂદ કરવાના લીધેલા સંકલ્પે ગાઝામાં હજારો લોકોનું જીવન નર્ક બનાવી દીધું છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારેઅનેક લોકો હાલ ગાઝામાં બદથી બદતર હાલતમાં જીવન ગુજારી રહ્યા છે. તેવા સમયે આ બધા લોકોને આ સ્થિતિમાં ધકેલનાર હુમલાના માસ્ટર માઈન્ડ હમાસ નેતા યાહ્યા સિનવારને(Yahya Sinwar)ગયા અઠવાડિયે ઇઝરાયેલ મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે આ દરમ્યાન તેના મૃત્યુ પૂર્વેના વિડીયોમાં જોવા મળે છે કે યાહ્યા સિનવાર અને તેનો પરિવાર ટનલમાં પણ કેટલું વૈભવી જીવન જીવતા હતા.

| Also Read: Donald Trumpએ McDonald માં ફ્રેંચ ફ્રાઈઝ બનાવી, કમલા હેરીસ પર કયો કટાક્ષ

સીસીટીવી ફૂટેજમાં દેખાયો પરિવાર

ગયા વર્ષે ઇઝરાયેલ પર 7 ઓક્ટોબરના ઘાતક હુમલાના કલાકો પહેલાં તેની પત્ની અને બાળકો સાથે તે એક ટનલની અંદર જતા જોવા મળ્યા હતા. હાલમાં મૃત હમાસ નેતા ખાન યુનિસમાં તેમના પરિવારની સાથે ટનલની અંદર ગાદલા, ટેલિવિઝન અને બેગ લઈ જઇ રહ્યા હતા જે એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે.

સિનવરની પત્નીના હાથમાં 26 લાખની કિંમતની હેન્ડબેગ

આ ફોટામાં સિનવરની પત્નીના હાથમાં કાળું પર્સ (હેન્ડબેગ) દેખાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પર્સની કિંમત 32,000 ડોલર છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે સિનવરની પત્નીના હાથમાં દેખાતું હર્મેસ બિર્કિન બ્રાન્ડનું પર્સની કિંમત રૂપિયા 26.88 લાખ છે.

| Also Read: Video: ઇઝરાયલે ઠાર કર્યાના પહેલા હમાસના વડા સિનવરની છેલ્લી ક્ષણોનો વિડીયો

ઈઝરાયેલે ફોટો જાહેર કર્યો

આ ફૂટેજના સ્ક્રીનશોટ શેર કરતા ઇઝરાયલે લખ્યું, “જ્યારે ગાઝાના લોકો હમાસના શાસન હેઠળ પીડાતા હતા, ત્યારે સિનવાર અને તેનો પરિવાર નિર્લજ્જતાથી વૈભવી રીતે જીવી રહ્યા હતા અને લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા હતા.
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ તેના શૌચાલય, શાવર અને રસોડા સાથેના ભૂગર્ભ કમ્પાઉન્ડના ફોટા બતાવ્યા હતા. જયાંથી ખોરાક, રોકડ અને દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

માથામાં બંદૂકની ગોળી વાગી

આ અઠવાડિયાની શરૂઆતમાં ડ્રોન ફૂટેજ દર્શાવે છે કે સિનવાર તેની અંતિમ ક્ષણોમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેણે ડ્રોન પર કોઈ વસ્તુ ફેંકી હતી. શબ પરીક્ષણમાં જાણવા મળ્યું કે સિનવરની હત્યા માથામાં બંદૂકની ગોળી વાગવાથી થઇ હતી અને તેની એક આંગળી કપાયેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

| Also Read: હિઝબુલ્લાહનો ડ્રોનથી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ

40,000 થી વધુ લોકો માર્યા ગયા હતા

યાહ્યા સિનવાર ઑક્ટોબર 7, 2023 ના રોજ ઇઝરાયેલ પરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો જેમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા હતા, ગાઝામાં એક વર્ષ સુધી ચાલેલા ઇઝરાયેલી ઓપરેશનના પરિણામે બાળકો સહિત 40,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker