નેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોદી સ્ટેડિયમને ઉડાવાની ધમકી

મુંબઇ: વર્લ્ડકપ માટે આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની અને મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારી વ્યક્તીએ 500 કરોડ રુપિયા સહિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઇને છોડવાની માંગણી કરી છે. આ અંગેની જાણકારી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ મુંબઇ પોલીસને આપી છે. ત્યારે હવે પોલીસ અને NIA દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમારી સરકાર પાસેથી 500 કરોડ રુપિયા અને લોરેન્સ બિશ્નોઇ જોઇએ છે. નહીં તો નરેન્દ્ર મોદી સહિત મોદી સ્ટેડિયમ ઉડાવવામાં આવશે. ભારતમાં બધુ વેચીને અમે કંઇક ખરીદ્યું છે.


તમે ગમે તેટલી સુરક્ષા વધારો પણ અમારાથી બચી નહી શકો. ધમકી આપનારે આવો ઇમેલ કર્યો છે. અને જો અમારો સંપર્ક કરવો હશે તો આ જ ઇમેલ પર રીપ્લાય કરજો એમ પણ કહેવામાં આવ્યું છે. ત્યારે આ ધમકી ભર્યા ઇમેલ બાદ દેશની તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસને છેલ્લાં પાંચ મહિનામાં ખોટી જાણકારી આપનારા અથવા તો ધમકીના 80 થી વધુ ખોટાં ફોન આવ્યા છે. પાછલાં અઠવાડિયે જ મંત્રાલયમાં બોમ્બ મૂકયો છે એવો ફોન કરી આરોપીએ મંત્રાલય ઉડાવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મંત્રલયમાં શોધખોળ કરવામાં આવી.


તેમણે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની કેબિન પાસે વધુ શોધખોળ હાથ ધરી હતી. લોકોને ત્યાં જતાં રોકવામાં પણ આવ્યા હતાં. લગભગ દોઢ કલાક સુધી તપાસ કર્યા બાદ ત્યાં કંઇ જ શંકાસ્પદ મળ્યું નહતું. અને પોલીસે પાથર્ડીથી એક શંકાસ્પદ વ્યક્તીની ધરપકડ કરી હતી. ઉપરાંત સાઉથ મુંબઇની એક મહિલાએ 38 વાર ફોન કરીને પોલીસને તકલીફ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button