નેશનલવેપાર

Gold Price Today : દિવાળી પૂર્વે સોના- ચાંદીનો ભાવ ઓલ-ટાઈમ હાઇ, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઇ : દિવાળી પૂર્વે સોના અને ચાંદીના ભાવ(Gold Price Today)ઓલ ટાઈમ હાઇના સ્તરે પહોંચ્યા છે. જ્યારે એમસીએક્સ પર સોનું રૂપિયા 450 વધીને  78170 પ્રતિ 10 ગ્રામ થયું છે. એમસીએક્સ પર આ તેનું સર્વોચ્ચ સ્તર છે. ચાંદીમાં પણ શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને કોમોડિટી માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયા 2800 ઉછાળા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.

| Also Read: Investment In Gold: આ ધનતેરસે જો તમે ખરીદવા જઇ રહ્યા છો સોનું ? જાણો સોના પર કેવી રીતે લાગે છે ટેક્સ

સોનાના ભાવમાં સતત વધારો

સોનાના ભાવમાં સતત  રેકોર્ડ બની રહ્યા છે અને તે દરરોજ નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યું છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવના હતી કારણ કે શુક્રવારે સોનું ઓલ ટાઈમ હાઇના સ્તરે બંધ થયું હતું. સામાન્ય લોકોએ તહેવારોની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદતા પહેલા બે વાર વિચારવું પડશે કારણ કે આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સતત વધતી માંગનો ફાયદો સોનાને મળી રહ્યો છે અને તેની સાથે આંતરરાષ્ટ્રીય સોના-ચાંદીના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે.

સોનાનો ભાવ  85,000 સુધી પહોંચવાની શકયતા

ગોલ્ડન રેટના એક વર્ષના સ્તર પર નજર કરીએ તો સોનાએ 29 ટકાનું વળતર આપ્યું છે. આ વર્ષે, 15 ઓક્ટોબર, 2024 સુધી, તેના રોકાણકારોને સોનામાં 21 ટકા વળતર મળ્યું છે.

| Also Read: હેલ્થ ઈન્સ્યોરન્સને લઈને મોટો નિર્ણય, GST હટાવી શકે છે સરકાર

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ વધ્યા

આજે, COMEX પર સોનાનો ભાવ 16.85 વધીને 27.47 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યો છે. જ્યારે  ચાંદીના ભાવમાં પણ 3.12 ટકા વધારો થયો છે.

| Also Read: Stock Market : દિવાળી પૂર્વે શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સમાં 473 પોઇન્ટનો ઉછાળો

ધનતેરસ-દિવાળી-ભાઈ બીજ પર સોનાની જંગી ખરીદીનો ટ્રેન્ડ

29મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા દિવાળીના તહેવાર નિમિત્તે આ વર્ષે સોનાની ખરીદીનો ટ્રેન્ડ કેવો રહેશે અને 29મી ઓક્ટોબરે ધનતેરસ પર કેવા પ્રકારની ખરીદી થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સોનાના વર્તમાન ભાવો પરથી આમાં ઘણું બધું સૂચવી શકાય છે. સ્વાભાવિક રીતે, સોનું એક સુરક્ષિત સંપત્તિ ગણાય છે તે માત્ર સુરક્ષા પ્રદાન કરતું નથી, તે શ્રેષ્ઠ વળતર ઉત્પાદનોમાંનું એક પણ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker