ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાતના મોત, આ રીતે કર્યો હુમલો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈ કાલે થયેલા આતંકી હુમલા (Terrorist attack in Kashmir)માં મૃતકોની લોકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. મૃતકોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પ્રવાસી શ્રમિકો ઉપરાંત એક કાશ્મીરી ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આતંકવાદીઓએ રવિવારે સાંજે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર સોનમર્ગ હેલ્થ રિસોર્ટ પાસે શ્રમિકોના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પાંચ શ્રમિકો ઘાયલ થયા છે.

કાશ્મીરમાં ચાલી રહેલા કોઈ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારો પર પહેલીવાર મોટો આતંકવાદી હુમલો છે. આતંકવાદીઓએ જે વિસ્તારમાં હુમલો કર્યો છે, ત્યાં છેલ્લા એક દાયકામાં આતંકવાદી પ્રવૃતિઓ નહિવત હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા જે શ્રમિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે તમામ શ્રીનગર-સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલ માટે કામ કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે હુમલો થયો ત્યારે પ્રવાસી શ્રમિકો ભોજન કરી રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ જાણકારી આપી કે ઈજાગ્રસ્ત મજૂરોએ જણાવ્યું કે બે લોકો ત્યાં આવ્યા અને વીજળી કાપી નાખી, પછી તેઓએ કેમ્પ પર ગોળીબાર શરૂ કર્યો. જીવ ગુમાવનારાઓમાં એક સેફ્ટી મેનેજર, એક મિકેનિકલ મેનેજર અને એક ડોક્ટરનો સમાવેશ થાય છે. ડૉક્ટર મધ્ય કાશ્મીરના બડગામનો રહેવાસી હતાં. હુમલામાં ઘાયલ થયેલા કામદારોમાંથી બે કાશ્મીરના, બે જમ્મુના અને એક બિહારના છે. તેમને વધુ સારવાર માટે શ્રીનગરના SKIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકવાદીઓએ સાંજે ગોળીબાર કર્યો હતો, જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. આ આતંકવાદી હુમલાના સમાચાર મળતાની સાથે જ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે અને ઘટના સ્થળની આસપાસના સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.

આ આતંકી હુમલા અંગે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બિન-સ્થાનિક મજૂરો પર કાયરતાપૂર્ણ અને ઘાતકી હુમલાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker