ભાજપની પહેલી યાદીમાં 11 નવા ચહેરા, પણ મોટેભાગે નેતાઓના પરિવારજનોને ટિકિટ
મુંબઈઃ ભાજપે રવિવારે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. કુલ 99 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાંથી 11 નવા ચહેરા છે. જોકે તેમા નેતાઓના સંતાનો કે તેમના પરિવારના સભ્યોને પ્રાધાન્ય મળ્યાનું જણાઈ રહ્યું છે. કૉંગ્રેસના પરિવારવાદની ટીકા કરતા ભાજપે પોતે પણ પરિવારવાદને જ મહત્વ આપ્યું હોવાની ટીકા પણ થઈ રહી છે.
| Also Read: શિરડી સંસ્થાનને 13 કરોડની જમીન મફત આપવાનો વિવાદ ટાળવા સરકાર હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે
પહેલી યાદીમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણ (ભોકર), મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારના ભાઈ વિનોદ શેલાર (મલાડ પશ્ચિમ), પૂર્વ મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર , પૂર્વ મંત્રી બબનરાવ પાચાપુતેનાં પત્ની પ્રતિભા સાતપુતે (શ્રીગોંડા), રાજ્યપાલ હરિભાઉ જાવલેના પુત્ર અમોલ જાવલે (રાવેર)ને ટિકિટ આપવામાં આવી છે. ચિંચવડમાં શંકર જગતાપના સંબંધી અશ્વિની જગતાપને ટિકિટ આપવામાં આવી છે.
આ સાથે ઉરણના અપક્ષ ઉમેદવાર મહેશ બાલદીને તો કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને અપક્ષ તરીકે લડેલા પ્રકાશ આવડેના પુત્ર રાહુલ આવડેને ઈંચલકરાંજીથી ટિકિટ આપવામાં આવી છે.
| Also Read: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો
20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની 288 બેઠકની ચૂંટણીમાં ભાજપે સાથીપક્ષો સામે 150 બેઠક પર લડવાનો પ્રસ્તાવ રાખ્યાનું કહેવાય છે, પરંતુ ખરેખર કોણ કેટલી બેઠકો પર લડવાનું છે તેનો સત્તાવાર આંકડો બહાર આવ્યો નથી.