મુંબઇ : ભારતીય શેરબજારની(Stock Market)શરૂઆત આજે તેજી સાથે થઈ છે. સેન્સેક્સ 470.43 પોઈન્ટના વધારા સાથે 81,695.18 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 101.85 પોઈન્ટના વધારા સાથે 24,955.90 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.સોમવારે સવારે 09.18 વાગ્યે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 21 કંપનીઓના શેર વધારા સાથે અને 9 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે નિફ્ટી 50 માંથી 31 કંપનીઓના શેર વધારા સાથે અને 19 કંપનીઓના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
| Also Read: Stock Market : આ કંપનીએ જાહેર કર્યો 1 શેર પર 1 બોનસ શેર, આ મહિને જ છે રેકોર્ડ ડેટ
ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબારમાં 3 ટકાથી વધુ વધ્યો
જેમાં ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબારમાં 3 ટકાથી વધુ વધ્યો છે. HDFC બેંકનો ભાવ પણ 3.04 ટકાના વધારા સાથે 1731 રૂપિયા પર પહોંચ્યો છે. એક્સિસ બેંક, સ્ટેટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેક, ટાટા સ્ટીલ, ટાઇટન, JSW સ્ટીલ પણ તેજીમાં છે. જ્યારે ઘટેલા શેરોમાં કોટક બેંક, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, આઈટીસી, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, ઈન્ફોસીસ જેવા શેરો હતા.
| Also Read: Investment In Gold: આ ધનતેરસે જો તમે ખરીદવા જઇ રહ્યા છો સોનું ? જાણો સોના પર કેવી રીતે લાગે છે ટેક્સ
એશિયન બજારો મિશ્ર અસર જોવા મળી
આ ઉપરાંત ચીને તેના લોન પ્રાઇમ રેટમાં ઘટાડો જાહેર કર્યા પછી એશિયન બજારો મિશ્ર અસર જોવા મળી. જ્યારે ટોપિક્સમાં 0.11% ઘટાડો થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.22 ટકા વધ્યો હતો અને કોસ્ડેક મામૂલી નુકસાન સાથે વેપાર કરી રહ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સે નબળી શરૂઆતનો સંકેત આપ્યો હતો.