નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલ પાસે રવિવારે થયેલા બ્લાસ્ટના(Delhi Blast) લીધે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમાં પણ ખાસ કરીને દિવાળીના તહેવારો પૂર્વે થયેલા બ્લાસ્ટથી અનેક શક્યતાઓ પર તપાસ કરવામાં આવી છે. તેમજ આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટની તપાસ ટૂંક સમયમાં સત્તાવાર રીતે સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે આ બ્લાસ્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
પાકિસ્તાની ટેલિગ્રામ ચેનલમાં આ મોટો દાવો
દિલ્હીના રોહિણીમાં થયેલા બોમ્બ વિસ્ફોટની એજન્સીઓ ઝડપથી તપાસ કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાનથી ચાલતી કેટલીક ટેલિગ્રામ ચેનલો પર એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની ઓપરેટિવનો હાથ હતો. સૌ પ્રથમ તો ટેલિગ્રામ ચેનલ જસ્ટિસ લીગ ઈન્ડિયા પર સીસીટીવી લગાવીને બોમ્બ બ્લાસ્ટનો આ દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ઘણી ટેલિગ્રામ ચેનલો પર આ મેસેજ ફરતો થયો હતો. આ તમામ ટેલિગ્રામ ચેનલો છે.જેમાં મોટાભાગે કાશ્મીરમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓના TRF અપડેટ્સ શેર કરવામાં આવે છે.
ખાલિસ્તાન ઉગ્રવાદને વેગ આપવાનો પ્રયાસ
કાશ્મીર જેહાદ સાથે જોડાયેલી ISI સંચાલિત ટેલિગ્રામ ચેનલોએ દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ખાલિસ્તાન સમર્થકોની સંડોવણીના સંકેત આપ્યા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આની પાછળ પાકિસ્તાની ઈન્ટેલિજન્સ આઈએસઆઈનો હાથ છે અને આ બોમ્બ બ્લાસ્ટમાં ખાલિસ્તાન એન્ગલ ઉમેરીને ખાલિસ્તાની ઉગ્રવાદને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Also Read – જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો: બે મજૂરોની ગોળી મારીને હત્યા
જો કે હાલમાં તેને પ્રચાર તરીકે જોવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને ન તો કોઈ સંગઠનનું નામ બહાર આવ્યું છે. તપાસ એજન્સીઓ આ તમામ મેસેજની બારીકાઈથી તપાસ કરી રહી છે.
જાણો કોણ છે સ્લીપર સેલ ?
કેટલીક ટેલિગ્રામ ચેનલો પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની ઓપરેટિવનો હાથ છે. પરંતુ શું તમે જાણો છો કે આ આતંકવાદીઓનો સ્લીપર સેલ શું છે? વાસ્તવમાં, સ્લીપર સેલનો અર્થ એ છે કે આતંકવાદીઓની ટુકડી જે સામાન્ય લોકોની વચ્ચે રહે છે અને આતંકવાદીઓના ટોચના નેતૃત્વના આદેશો મળ્યા પછી એક્શનમાં આવે છે. તેમને પકડવા ખૂબ મુશ્કેલ છે કારણ કે તેઓ સામાન્ય લોકોની વચ્ચે રહેતા હોય છે.