નેશનલ

સાવધાન! આવી રહ્યું છે “Cyclone Dana”: હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી…

નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા વધુ એક ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન “દાના” ત્રાટકી શકે છે. જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Cyclone Dana: આ રાજ્યમાં ફરી એક વાર ચક્રવાતનો ખતરો, IMDએ આપ્યું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે અંદમાન નિકોબારમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે પાછળથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે,”

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડાને કારણે અંદમાન ટાપુઓમાં 20 અને 21 ઓક્ટોબરના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને 7-20 સેન્ટિમીટર જેટલો વરસાદ પડે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે. આ સિવાય ઓડિશામાં 23 ઓક્ટોબરે ભારે વરસાદ પડશે અને 24-25 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર સૌથી વધુ પ્રભાવિત થશે.

આ પણ વાંચો : Gujarat માં વહેલી સવારથી અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધી…

દક્ષિણ ભારતમાં આગાહી:

આગામી દિવસોમાં દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગોમાં 20 ઓક્ટોબરે, તટિય આંધ્રપ્રદેશ અને યનમમાં 25 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker