નેશનલ

Delhi Blast અંગે ગૃહ વિભાગે રિપોર્ટ માંગ્યો, NIA ને તપાસ સોંપવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીમાં દિવાળી પૂર્વે થયેલા બ્લાસ્ટ (Delhi Blast)બાદ તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે રવિવારે થયેલા બ્લાસ્ટની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્સીને(NIA)સોંપવામાં આવી છે. આ ઉપરાંત બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે તપાસ એજન્સીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર

આ મામલામાં દિલ્હી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. હાલ સ્પેશિયલ સેલ, NIA, CRPF, FSLઅને NSG ઘટનાસ્થળે બ્લાસ્ટની તપાસ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારને મેપ કરવામાં આવી રહ્યો છે. તમામ દુકાનોના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. જેથી બોમ્બ મૂકનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સક્રિય ફોન અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે

CRPFની ટીમો ગત રાતથી સવારના 9 વાગ્યા સુધી શાળાની આસપાસના કેટલાંક કિલોમીટરના અંતરે આવેલા મોબાઈલ ટાવર પર કેટલા ફોન કૉલ્સ કરવામાં આવ્યા તેનો ડેટા સ્કૅન કરવામાં વ્યસ્ત છે. તેમજ સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે. જેથી જાણી શકાય કે ગત રાતથી સવાર સુધી બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. આ પછી સક્રિય ફોન અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રની પોલીસને આગોતરી બાતમી

સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રની પોલીસને આગોતરી બાતમી હતી. જેના પછી તમામ જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. એલર્ટ મુજબ દરેક જગ્યાએ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button