નેશનલ

54 વર્ષીય ઓમર અબ્દુલ્લાએ હાફ મેરાથોન પૂરી કરી આપ્યો આવો સંદેશ, સુનીલ શેટ્ટી પણ રહ્યા હાજર…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ(NC)ની જીત બાદ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) એ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે કાશ્મીરમાં પ્રથમ વાર યોજાયેલી હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. ઓમર અબ્દુલ્લાએ 21 કિમી દોડીને વ્યક્તિગત માઇલસ્ટોન રેકોર્ડ કર્યો. 54 વર્ષની ઉંમરે હાફ મેરાથોન પૂરી કરીને ઓમર અબ્દુલ્લાહે લોકોને ફીટ અપીલ કરી છે.

તેમણે x પર લખ્યું કે “હું આજે મારી જાતથી ખૂબ જ ખુશ છું. મેં 21 કિલોમીટરમી કાશ્મીર હાફ મેરેથોન 5 મિનિટ 54 સેકન્ડ પ્રતિ KMની સરેરાશ ગતિએ પૂર્ણ કરી.”

નોંધનીય છે કે ઓમર અબ્દુલ્લાની ઉંમર 54 વર્ષ છે, આ ઉંમરે પણ તેમણે 21 કિલોમીટરનો દોડ પૂરી કરીને રાજ્યના યુવાનોને ફિટ રહેવા અને ડ્રગ્સથી દુર રહેવા પ્રેરણા પૂરી પાડી છે. તેમણે x પરની પોસ્ટમાં લખ્યું કે, “મેં મારા જીવનમાં ક્યારેય 13 કિમીથી વધુ દોડ નથી કરી અને એટલું પણ માત્ર એક જ વાર દોડ્યો હતો. આજે હું મારા જેવા અન્ય દોડવીરોના ઉત્સાહથી પ્રેરિત થઈને દોડતો રહ્યો. કોઈ ખાસ તાલીમ, કોઈ રનિંગ પ્લાન, કોઈ ન્યુટ્રીશ નથી. રસ્તામાં એક કેળું અને ખજૂર મળ્યા. મારા ઘર પાસેથી પસાર થયો ત્યારે મારા પરિવાર અને અન્ય લોકોએ મને પ્રોત્સાહિત કર્યો હતો.”

અન્ય પોસ્ટમાં, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેણે રસ્તામાં ઘણી બધી સેલ્ફી ક્લિક કરી. એટલું જ નહીં, કેટલાક પત્રકારોએ ઈન્ટરવ્યુ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું કે, “લોકો સાથે દોડવું ખૂબ જ આનંદદાયક હતું. રસ્તામાં ઘણી બધી સેલ્ફી અને વિડિયો લીધા. મને એપોઇન્ટમેન્ટ માટે રીક્વેસ્ટ પણ મળી અને રસ્તામાં એક કે બે જોબ સંબંધિત સમસ્યાઓ પણ જાણવા મળી. સાહસિક પત્રકારોએ ઇન્ટરવ્યુ મેળવવાની આશામાં સાથે દોડવાનો પ્રયાસ કર્યો.”

ઓમર અબ્દુલ્લાએ લોકોને માનસિક તણાવ ઘટાડવા માટે દોડવાની સલાહ આપી હતી. તેમણે પોસ્ટ કર્યું “તમને સારું લાગે અથવા તાણને દુર કરવા માટે દવાઓની જરૂર નથી. દોડવું જરૂરી છે, પછી ભલે એક કિલોમીટર હોય કે મેરેથોન. એક વાર અજમાવી જુઓ, તમને તેનો પસ્તાવો નહીં થાય. ચાલો ડ્રગ ફ્રી J&K માટે દોડવાનું શરૂ કરીએ.”

ઓમાર અબ્દુલ્લાએ આજે શ્રીનગરના પોલો સ્ટેડિયમથી કાશ્મીરની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેરેથોનને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી પણ હાજર રહ્યા હતાં. સુનીલ શેટ્ટી કહ્યું કે “લોકો કાશ્મીરમાં આવવા માંગે છે, અને આવા આયોજન સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે વિશ્વભરના લોકો ભાગ લેવા અહીં આવી રહ્યા છે અને આ એક મોટી વાત છે… કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે.”

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker