મુંબઇના ગોરેગામમાં આવેલ બિલ્ડીંગના પાર્કીંગમાં ભીષણ આગ: 7ના મોત
મુંબઇ: મુંબઇમાં આગ લાગવાની ઘટના એક પછી એક બની જ રહી છે. ત્યારે ગઇ કાલે મોડી રાતે ગોરાગામમાં આવેલ એક બિલ્ડીંગના પાર્કીંગમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 40 જેટલાં લોકોને ઇજા પહોંચી છે. આ આગની ઘટનામાં 30થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
મૃતકોની સંખ્યા વધવાની શક્યાતાઓ છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવી શકી છે. હાલામં કુલીંગનું કામ ચાલી રહ્યું છે. આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગને કારણે લોકોનું મોટું નૂકસાન થયું છે. દરમીયાન આ આગ આખરે કેવી રીતે લાગી તેની જાણકારી મળી શકી નથી. પોલીસ અને ફાયર બ્રિગેડ આ અંગે વધુ તપા કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોરેગામ પશ્ચિમમાં આવેલ જય ભવાની બિલ્ડીંગમાં ગઇ કાલે મોડી રાતે આગ લાગી હતી. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની આ બિલ્ડીંગ છે. આ આગ લેવલ -2ની હોવાની જાણકારી ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવી છે. આગ લાગી હોવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. આગને કારણે ફંસાયેલા 30 થી વધુ લોકોને સુરક્ષીત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે આગને કારણે 40 લોકોને ઇજા પહોંચી છે.
ઇજાગ્રસ્તોને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી મુંબઇના ટ્રોમા કેર અને કુપર હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા છે. આ આગમાં કેટલાકં દુકાનો અને વાહનો બળીને ખાંખ થઇ ગયા છે. લોકો સૂતા હોવાથી બહાર નિકળવામાં મોડુ થયું હતું.
આ બનાવ બન્યો તે વખતે ઉપસ્થિત લોકો તરફથી મળતી માહિતી મુજબ અડધી રાતે ત્રણ વાગે એખ મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના અવાજને કારણે અમે જાગી ગયા. જ્યારે અમે નીચે જોયું તો આગ લાગી હતી. ઘરમાં બધાને જગાડ્યાં અને નીચે ઉતરથી વખતે બિલ્ડીંગના તમામ ફ્લેટની બેલ વગાડી અને તરત ઘરની બહાર નીકળો તેમ કહ્યું. પાર્કીંગમાં જૂના કપડાં અને ભંગાર પડેલુ હતું. તેથી આગ વધુ ફેલાઇ હોવાની આશંકા છે. આ આગને કારણે 50 બાઇક અને 4 કાર બળીને ખાંખ છઇ ગઇ છે હાલમાં પિરસ્થિતી કાબૂમાં છે.