IND vs NZ: બેંગલુરુમાં મોટી હાર બાદ ભારતને WTC પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન
બેંગલુરુ: ભારતની ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની ભારતની શરમજનક હાર થઇ હતી. આઠ વિકેટે હારવા છતાં, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગ (WTC 2023-25)માં ટોચના સ્થાને છે. જો કે, ટીમના પોઈન્ટ પર્સન્ટેજ (PCT) માં મોટો ઘટાડો થયો છે.
ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારત સામે 8 વિકેટે જીત નોંધાવી હતી. આ સાથે, WTCની ચાલુ સાઈકલમાં 12 ટેસ્ટમાં ભારતનો પોઈન્ટ પર્સન્ટેજ(PCT) 74.24 થી ઘટીને 68.05 થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા 62.5 PCT સાથે ટેબલમાં બીજા સ્થાને છે. જયારે ચોથી જીત સાથે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને પહોંચી ગયું છે.
ન્યુઝીલેન્ડની જીતથી તેનો PCT 37.50 થી વધીને 44.44 ટકા થઈ છે, આ સાથે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધા છે. જો કે ન્યુઝીલેન્ડ હજુ શ્રીલંકાથી પાછળ છે, શ્રીલંકા 55.56 ટકા PCT સાથે ત્રીજા સ્થાને છે પાછળ અને ઇંગ્લેન્ડ 43.06 PCT સાથે પાંચમા સ્થાને છે.
Read This….IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આ સાઈકલમાં ભારત પાસે હવે સાત ટેસ્ટ મેચ બાકી છે. બે ન્યુઝીલેન્ડ સામે અને પાંચ ઓસ્ટ્રેલિયા સામે. ભારતે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખ્યા વગર ફાઇનલમાં પહોંચવા માટે આમાંથી પાંચ મેચ જીતવી પડશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 1 થી 5 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જશે.