સ્પોર્ટસ

IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, આટલા વર્ષો બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી

બેંગલુરુ: ત્રણ ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી છે, ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ 1988 બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જોકે બીજી ઇનિંગમાં ભારતીય ટીમે ટક્કર આપતા 464 રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રન અને બીજા દાવમાં 107 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

| Also Read: IND vs NZ 1st Test: ટીમ ઇન્ડિયા અગાઉ આનાથી પણ ઓછો સ્કોર ડીફેન્ડ કરી ચુકી છે, આજે ચમત્કારની આશા

ન્યૂઝીલેન્ડે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જીતીને 1-0 ની લીડ મેળવી લીધી છે, ન્યુઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી છે. ન્યુઝીલેન્ડે મહારાષ્ટ્રની બહાર ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતમાં તેની આ ત્રીજી ટેસ્ટ જીત છે. આ હાર સાથે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો પટૌડી અને દિલીપ વેંગસરકરની ક્લબમાં સમવેશ થયો છે. ટોમ લાથમ ભારતમાં ટેસ્ટ મેચ જીતનાર ન્યુઝીલેન્ડના ત્રીજા કેપ્ટન બન્યો છે.

| Also Read: મુંબઈથી મહારાષ્ટ્ર હજી 173 રન પાછળ…

વરસાદથી પ્રભાવિત બેંગલુરુ ટેસ્ટમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તદ્દન ખોટો સાબિત થયો. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ઘર આંગણે આ ટીમનો સૌથી ઓછો સ્કોર હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 462 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ઇનિંગમાં આટલા ઓછા સ્કોર પર આઉટ થવાનું પરિણામ ભોગવવું પડ્યું હતું. ન્યૂઝીલેન્ડને માત્ર 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તને 2 વિકેટ ગુમાવીને પાર પાડ્યો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button