મનોરંજન

આ મશહુર અભિનેતાનું થયું નિધન, ગીતો લખીને કમાયા હતા નામ

મનોરંજન જગતમાંથી એક બુરી ખબર જાણવા મળી છે. લેખક અને ગીતકાર મંગેશ કુલકર્ણીનું શનિવારે 76 વર્ષની વયે નિધન થયું છે. ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેમણે લેખક અને દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ગીતકાર તરીકે પણ પ્રખ્યાત હતા. મંગેશ કુલકર્ણી માત્ર એક મહાન ગીતકાર જ ન હતા, તેમણે પટકથા લેખક તરીકે પણ લોકપ્રિયતા મેળવી હતી. મંગેશ કુલકર્ણીએ ટીવી સિરીઝ ‘લાઈફ લાઈન’ની પટકથા લખી હતી જે થોડા વર્ષો પહેલા પ્રખ્યાત હતી. આ સિરિયલનું નિર્દેશન વિજયા મહેતાએ કર્યું હતું. શાહરૂખ ખાનની ફેમસ ફિલ્મ ‘યસ બોસ’ની સ્ક્રીનપ્લેની જવાબદારી પણ મંગેશ કુલકર્ણી પર હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને જુહી ચાવલાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. ફિલ્મ ‘આવારા પાગલ દિવાના’ દ્વારા તેઓ લેખક તરીકે પ્રખ્યાત થયા હતા.

| Also Read: બિગ બીએ ‘મંજુલિકાની વર્ષો જૂની કઇ ઈચ્છા પૂરી કરી ‘આજ રપટ જાયે’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કર્યો

તેમણે 1999માં આવેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’ પણ લખી હતી. તેઓ 2017ની ફિલ્મ ‘ફાસ્ટર ફેને’ના નિર્માતા અને લેખક હતા. તેમણે 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ગુલામ-એ-મુસ્તફા પણ લખી હતી. આ ફિલ્મમાં નાના પાટેકર અને રવિના ટંડન લીડ રોલમાં જોવા મળ્યા હતા. તેઓ ‘લાઈફલાઈન’, ‘રાવ સાહેબ’ અને ‘સ્મૃતિ ચિત્રે’માં તેમના ઉત્તમ અભિનય માટે પણ જાણીતા હતા. મંગેશ કુલકર્ણીએ મુખ્યત્વે મરાઠી સિનેમામાં કામ કર્યું હતું. તેમણે ‘આભાળમાયા’ અને ‘વાદળવાટ’ જેવા લોકપ્રિય મરાઠી શોના ટાઈટલ ટ્રેક લખ્યા હતા. વર્ષો પછી પણ આ બંને સિરિયલના ટાઈટલ સોંગ લોકોના દિલમાં છે. અનેક લોકોએ આ બે ગીતોને તેમના મોબાઈલના રિંગટોન તરીકે રાખ્યા છે.

| Also Read: Priyanka Chopra એ પહેરેલા પાતળા નેકલેસની કિંમત સાંભળશો તો હોંશ ઉડી જશે…


મંગેશ કુલકર્ણીના મૃત્યુને કારણે બોલિવૂડ સહિત મરાઠી મનોરંજન ઉદ્યોગને મોટી ખોટ પડી છે. મરાઠી મનોરંજન ઉદ્યોગના દિગ્ગજો સહિત અનેક લોકો તેમને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker