ઓટાવા: તાજેતરમાં કેનેડાએ લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે ભરતીય સિક્રેટ એજન્સીના અધિકારીનું નામ જોડીને અગાઉથી ચાલી રહેલા વિવાદ(India Canada Tension)ને વેગ આપ્યો હતો. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang)ની મદદથી કેનેડિયન નાગરીકો પર હુમળા કરાવી રહી છે, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. એવામાં કેનેડિયન પોલીસે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
| Also Read: India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત સરકાર માટે કેનેડામાં કાર્યરત ‘ક્રિમીનલ નેટવર્ક’ થી હાલ લોકોને કોઈ ખતરો નથી. આરસીએમપીના આસિસ્ટન્ટ કમિશનર બ્રિગેટ ગૌવિને (Brigitte Gauvin) સોમવારે આયોજિત આરસીએમપીની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારત સરકારના એજન્ટો પર કેનેડામાં હત્યા સહિત વ્યાપક હિંસા ભડકાવવાના આરોપ લગાવ્યા હતાં.
કેનેડાની લો એન્ફોર્સમેન્ટ એજન્સી આ કથિત કૃત્યોની તપાસ કરી રહી છે, જેમાં જૂન 2023માં ખાલિસ્તાન તરફી કટ્ટરપંથી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ નિજ્જરની હત્યાના આરોપ ભારત પર લગાવી ચુક્યા છે. જોકે ભારત સરકારે કેનેડાના આરોપને નકારી કાઢ્યા છે. દરમિયાન, RCMP આસિસ્ટન્ટ કમિશનર ગૌવિને કહ્યું કે ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ભારતીય એજન્સીઓને પુરાવા રજૂ કરવા અને બંને પક્ષોના અધિકારીઓ વચ્ચેની બેઠકનો સમાવેશ થાય છે.
| Also Read: Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું
તેમણે કહ્યું કે જો કે, આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય મીડિયા આઉટલેટ્સ આ બાબતે ‘ખોટા’ રિપોર્ટિંગ રજૂ કરી રહ્યા છે અને અમે રેકોર્ડને સુધારવા માંગીએ છીએ.