અમદાવાદઆપણું ગુજરાત

પ્રાંતિજ ના ભાજપના ધારાસભ્ય Gajendrasinh Parmar પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બેઠકના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર(Gajendrasinh Parmar) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઇકોર્ટના હુકમને પગલે આખરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગુનો દાખલ કરાયો છે. ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ લાગ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી વ્યકત કરી હતી.

દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે સરકારને ઝાટકી હતી.

ગાંધીનગરની એક મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે સુનાવણી દરમિયાન સરકાર અને પોલીસનો ઉધડો લીધો હતો. સુનાવણીમાં કોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા.

જે અંગે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી?
21મી ઓક્ટોબર પહેલા ફરિયાદ નોંધવાના નિર્દેશ આપ્યા હતા.

હાઇકોર્ટની નારાજગી બાદ એડવોકેટ જનરલે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી હતી. એડવોકેટ જનરલે 21મી ઓક્ટોબર પહેલાં એફઆઇઆર નોંધવા અંગે ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સુનાવણી 21મી ઓક્ટોબર 2024ના રોજ હાથ ધરવામાં આવશે.

સમગ્ર કેસનો ઘટના ક્રમ શું છે

અમદાવાદમાં રહેતી મહિલા નવેમ્બર 2020માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય વ્યક્તિ સાથે કારમાં જૈસલમેર ફરવા માટે ગઈ હતી. ત્યારે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી. જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

જ્યારે શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો. પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં કરાઈ હતી. જેમાં એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી. પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી ન હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker