આપણું ગુજરાત

Gujaratમાં આજે પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, લાઠીમાં વીજળી પડતા પાંચ લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઓક્ટોબર મહિનામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગતરોજ અમદાવાદમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી છે. આજે પણ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ લાઠીમાં વીજળી પડતા પરિવારના પાંચ લોકોના મોત થયા હતાં.

આજે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારીમા આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે 20મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઇપણ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી આપવામાં આવી નથી. બીજી તરફ પાછોતરાવરસાદને કારણે કૃષિ પાકોને મોટાપાયે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

લાઠીમાં વીજળી પડતા પરિવારના પાંચ લોકોના મોત

અમરેલીના લાઠીમાં આંબરડી ગામે દેવીપૂજક પરિવાર પર આભ ફાટ્યું હતું. જેમાં ખેતી કામ કરી પરત ફરી રહેલા પરિવાર પર આકાશી વીજળી ત્રાટકતા પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા સહિત ત્રણ બાળકોના સમાવેશ થાય છે. જેમાં ભારતી સાંથળીયા, શિલ્પા સાંથળીયા, રિદ્ધિ સાંથળીયા, રૂપાલી દલસુખ, રાધે સાંથળીયાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 40 મિનિટમાં જ એક ઈંચ વરસાદ

જ્યારે શનિવારે બપોરે બે વાગ્યાની આસપાસ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, માણેકબાગ, સાયન્સ સિટી, બોડકદેવ, પાલડી જેવા વિસ્તારમાં 40 મિનિટમાં જ એક ઈંચ વરસાદ પડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button