હિન્દુ મરણ
ગામ કછોલી અને હાલ ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી ઈસ્ટ સ્વ. શ્રી નરેન્દ્રભાઈ મિસ્ત્રી (બાબુભાઈ) (ઉં.વ. ૬૬) તેઓ હર્ષાબેન (પતુબેન)ના પતિ. સ્વ. વજીયાબેન નગીનદાસ મિસ્ત્રીના પુત્ર. તેમ જ રમેશભાઈ, સ્વ. ભરતભાઈ તેમ જ જયંતભાઈના ભાઈ. આશિષ અને પૂનમના પિતા, શલાકા અને કેયુરના સસરા. નંદીશના નાના અને એશાનીના દાદા તા. ૧૭-૧૦-૨૪ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૪, સોમવારના સાંજે ૫-૭ સ્થળ: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતચિંતક મંડળ, કાર્ટર રોડ નંબર ૩, મોટા અંબાજી મંદિર પાસે, કસ્તુરબા રોડ, જયા નગર, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
સુરતી મોઢ વણિક
મુંબઈ નિવાસી નંદકુમાર મણિલાલ પપૈયા (ઉં.વ. ૭૧) તે રોહિણીબેનના પતિ. જાનકી, ભક્તિ સુધાંશુ, મિહિર, વર્ષા અમિતકુમાર ઘીવાલા, મનીષના પિતા. બંસીભાઈ, સ્વ. ચીમનીબેન, સ્વ. પદ્માબેન, સ્વ. પ્રેમિલાબેન તથા નયનાબેન પાલના ભાઈ. સ્વ. રતિલાલ વાંકાવાળા અને સ્વ. જયંતીલાલ મહેતાના જમાઈ. તા. ૧૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શેઠીયા બેન્કવેટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, રઘુલીલા મેગા મોલ, પોયસર, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ તા. ૨૦-૧૦-૨૪, રવિવારના સાંજે ૪થી ૬ સુધી રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
નિશા ભાવેશ શેઠ (ઉં. વ. ૫૨) તે નમ્રિત શેઠના માતુશ્રી. ભાવેશ શેઠના ધર્મપત્ની તા. ૧૮-૧૦-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જવનીકાબેન હરસુખભાઇ શેઠના પુત્રવધૂ. ગીતા પ્રકાશ દોશીના ભાભી. મેઘા તથા મેધનના કાકી. સ્વ. રસીલાબેન ધીરજલાલ પારેખના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૧-૧૦-૨૪ના સોમવારના ૫થી ૭. ઠે. વૈષ્ણવ બેન્કવેટ હોલ, પારેખનગર, એસ. વી. રોડ,કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સાડી ચારસો બ્રાહ્મણ
મુલુંડ નિવાસી સુરેશભાઇ હરિનિવાસ ઉપાધ્યાયના ધર્મપત્ની અ. સૌ. કુસુમબેન ઉપાધ્યાય (ઉં. વ. ૭૪) જે ક્ષિતિજ સુરેશ ઉપાધ્યાય ને અ. સૌ. શિલ્પા મનીષ મહેતાના માતુશ્રી. તા. ૧૪-૧૦-૨૪ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા ૨૦-૧૦-૨૪ના રવિવારે સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ૨૦૦૪, એચ. એમ. ટાવર ૧, શિવરામ સોસાયટી, દેવી દયાલ રોડ,મુલુંડ (વેસ્ટ).
પ્રશ્ર્નોરા નાગર
અમદાવાદ સ્થિત અ. સૌ. ભાનુમતિબેન (ઉં. વ. ૮૦) દિલીપભાઇ મ. ભટ્ટના ધર્મપત્ની, સૌ. વૈશાલીબેન, અધ્વર્યુ તથા સ્વ. માલવભાઇના માતુશ્રી. તે પ્રણવભાઇ અને ઉર્વીબેનના સાસુજી. તે ખલિલભાઇ અને પૃથ્વીશના દાદી. તે સ્વ. ડો. રજનીકાંતભાઇ, સ્વ. શરદબેન પંડયા, સ્વ. મનોજભાઇ, સ્વ. શશાન્કભાઇ અને ખુશમનભાઇ વૈદ્યના બહેન. બુધવાર, તા. ૧૬-૧૦-૨૪ના સ્વર્ગવાસ થયા છે. તેમનું બેસણું સોમવાર તા. ૨૧-૧૦-૨૪ના રોજ ૨૦૪, ધ્રુવતારા સોસાયટી, શિવવલ્લભ રોડ, યુનિવર્સલ સ્કૂલની બાજુમાં,દહીંસર (ઇસ્ટ), સાંજે ૫થી ૭.
લોહાણા
ગામ તુણા, કચ્છ, હાલ પુના હાર્દિક જોય રૂપારેલ (ઉં.વ. ૩૬)નું રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના આમસ્ટરડામ, નેધરલેન્ડમાં દેહાંત થયું છે. તે ગં.સ્વ. શારદાબેન અને સ્વ. નંદલાલ ગોવિંદજી રૂપારેલના પૌત્ર. જ્યોતિ અને જોય નંદલાલ રૂપારેલના મોટા પુત્ર. ધ્રુવ જોય રૂપારેલના મોટાભાઈ તથા સ્વ. પદ્માબેન અને સ્વ. વસંતલાલ દેવજીભાઈ ઠક્કરના દોહિત્ર. (લૌકિક વ્યવહાર બંધ છે અને પ્રાર્થનાસભા રાખેલ નથી.)
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા જ્ઞાતિ
ટીંટોઈ નિવાસી હાલ ઘાટકોપર વિનયભાઈ શકુંતલાબેન રમેશચંદ્ર ભટ્ટ (ઉં. વ. ૭૭) જે અનસુયાબેન વિનયભાઈ ભટ્ટના પતિ. તે મનનભાઈ અને શિવાનીબેનના પિતાશ્રી. તે ધારાબેન અને અતીતભાઈ ભરતભાઈ ઠાકરના સસરા. તે સ્વ. બિમલભાઈ-હિનાબેન, શૈલેશભાઈ-હિનાબેન, જનકભાઈ-ઈલાબેન, સ્વ. હેમલતા દિલીપભાઈના મોટાભાઈ. તે રૂપાલ નિવાસી ઘનશ્યામભાઈ, માર્કંડભાઈ, વિજયભાઈ, પ્રવીણાબેન, કુંદનબેન, કુસુમબેન, જ્યોત્સનાબેનના બનેવી શુક્રવારે તા.૧૮-૧૦-૨૪ના દિને ઘાટકોપર મુકામે દેવલોક પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૨૦-૧૦-૨૪ના ૫ થી ૭. સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગીયારસે બ્રાહ્મણ
શંકરલાલ દવે તે નર્મદાશંકર અને માણેકબેનના સુપુત્ર (ઉં. વ. ૮૪) શિહોર મુકામે ૧૮-૧૦-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. સ્વ. રવિશંકર, સ્વ. વામનભાઈ, સ્વ. ધિરજલાલ, સ્વ. અન્નપૂર્ણાબહેનના ભાઈ. પુષ્પા, વિજય, રેણુકા, મહેન્દ્ર,ડિમ્પલ, ઈન્દીરા, રીટા, છાયા, સંજય, શિતલ, હેમેન્દ્રના કાકા. યશવંતભાઈ, અનીલભાઈ, બકુલભાઈ, મહેશભાઈના મામા. લૌકિક પ્રથા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા હાલ મુંબઈ ગં.સ્વ. શાંતાબેન, સ્વ. ધીરજલાલ અમૃતલાલ પારેખના પુત્ર દીપક (ધનેશ) (ઉં. વ. ૬૭) ૧૭-૧૦-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. વિનીત અને આકાશના પિતા. પૂજા, મેગીના સસરા. રેહાના દાદા. વિજય, સ્વ. ભુપેન્દ્ર (બટુક), પ્રદિપ, ચારુબેન દોલતરાય વોરાના ભાઈ. મુકુંદરાય ગોરડિયાના જમાઈ. સર્વ પક્ષે પ્રાર્થનાસભા ૨૦-૧૦-૨૪ના રવિવારે, એસએનડીટી હોલ રફીક કીડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ. સાંજે ૫ થી ૭. (લૌકિક પ્રથા બંધ છે).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
બુધેલ નિવાસી સ્વ. વનરાવન ચુનીલાલ શાહ (જુંજાણી)ના ધર્મપત્ની. ગં.સ્વ. નિર્મળાબેન (ઉં. વ. ૯૨) ૧૭-૧૦-૨૪ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોતિબેન જિતેન્દ્ર, પ્રમોદીબેન ભગીરથ, સ્વ. નયનાબેન જયંતકુમાર, સ્વ. દીનાબેન જયપ્રકાશ, પૂર્ણિમાબેન અશોકકુમાર, સ્વ. પરેશ, સ્વ. મીનાબેન સોહિલકુમારના માતુશ્રી. અંજનાના સાસુ. સ્વ. અચરતબેન ભગવાનજી વધાણીની દીકરી. જસ, માનસીના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ નિગાળા હાલ મુંબઈ, કાંદિવલી, સ્વ. પાલુબેન બધાભાઈ કોળી, (ઉં. વ. ૭૨), તા. ૧૦-૧૦-૨૦૨૪ના રોજ રામશરણ પામ્યા છે. તેઓ બધાભાઈ પોલાભાઈ કોળીના ધર્મપત્ની, સ્વ. ભીખાભાઈ કમાભાઈ રાતોલાના દિકરી. ડાહીબેન, ઉર્મિલાબેન, હરિશભાઈ, રમેશભાઈ, જયંતીભાઈના માતુશ્રી. બાવજી, ગોવિંદ, વૈશાલી, હેમલતા, લક્ષ્મીના સાસુ. પ્રફુલ, ગોરવ, હર્ષલ, વિરેન, સાગરના દાદીમા. વેશાલી, ભાવિકા, હર્ષ, અમિશા, ધવલના નાનીઆ, તેમનું બારમુ રવિવાર તા. ૨૦-૧૦-૨૪ના સાંજના ૫ કલાકે રાખેલ છે. બારમાની વિધી તેમના નિવાસ સ્થાન, એ વીગ, રૂમ નં ૬૧૨, બી.એમ સી. બિલ્ડીંગ, સાંઈનગર, એમ.જી.રોડ, નં ૧માં રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ જોડિયા હાલે પનવેલ નિવાસી સ્વ. જમનાદાસ દયાળજી માણેકના પુત્ર. ગોપાલદાસ જમનાદાસ માણેક (ઉં. વ. ૯૦) તે રમાબેન (માણેક ટીચર )ના પતિ તે જીતેન્દ્ર (ટમુ ) તથા નીતિન (રાજુ)ના પિતાશ્રી. રીનાબેન અને હીનાબેનના સસરા. સેજલ, દર્પણ, માનસી તથા વરુણના દાદા. સ્વ.પરષોત્તમ હીરજી સચદેના જમાઈ તા.૧૭.૧૦.૨૪ ના રોજ શ્રીજી ધામમાં ગયેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા.૨૦.૧૦.૨૪ના સાંજના ૪.૩૦ થી ૬. ઠે. શ્રી બાલાજી બેન્કવેટ એમ.સી.સી.એચ. સોસાયટી. પનવેલ ૪૧૦૨૦૬, લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
શ્રીગોડ બ્રાહ્મણ
મૂળ ગામ વનોડા(બાલાસિનોર) હાલ કાંદિવલી નિવાસી હર્ષદભાઈ રમણલાલ ભટ્ટ, (ઉં. વ. ૮૯) તા. ૧૮-૧૦-૨૦૨૪ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મધુબેનના પતિ. ચિંતન-અલ્પાબેનના પિતા. સેજલ-શૈલેશભાઈ જીલ્કાના સસરા, તે સ્વ. સત્યેન્દ્રભાઈ, સ્વ. બિપીનભાઈ, સ્વ. કિર્તીભઈ, સ્વ. અશોકભાઈ, ત્થા કૌશિકભાઈ, ભાવનાબેન ભૂપેન્દ્રભાઈ દેસાઈ, યોગીનીબેન રાજેન્દ્ર મેહતા ત્થા રેખાબેન રમેશભાઈ દવેના ભાઈ. તે સ્વ. અમૃતલાલ જીવણરામ રાવલના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૦૨૪ના રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે, સ્થળ- ઠઠાઈ ભાટીયા હોલ નં ૫, શંકર ગલી, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
ક્રાકાચ નિવાસી હાલ કાંદિવલીના અ. સૌ મંજુલાબેન રોહિતભાઈ સંઘાણીના પુત્રવધૂ. અ.સૌ. મોનિકાબેન ભાવેશ સંઘાણી (ઉં. વ. ૪૬) તે ૧૮/૧૦/૨૪ ના રોજ શ્રીજી શરણ પામેલ છે. તે મહેક તથા આસ્થાના માતા. સ્વ. વિજયાબેન સુરેશભાઈ શ્રીમાંકરના દીકરી. શ્વેતા તુષાર પારેખ તથા પિંકી નિકેશ સેલારકાના ભાભી. હેમાલી હરેશ લિયા તથા દિશા સર્વેશ મિશ્રાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
મૂળગામ ગોથાણવાળા હાલ કાંદિવલી સ્વ. ઇન્દુબેન તથા સ્વ. ધીરજલાલ નાનુભાઈ નાયક (દેસાઈ) ના પુત્ર અક્ષયભાઈ દેસાઈ (ઉં. વ. ૬૯) તે ૧૮/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે શકુંતલાબેન ના પતિ. આદિત્યના પિતા, ગં. સ્વ શોભના દિલીપભાઈ દેસાઈ તથા જયશ્રીબેન જીતુભાઇ દેસાઈ ના દિયર. સાસરાપક્ષે ભરતભાઈ શાંતિલાલ દેસાઈ, નયનાબેન દિનેશભાઈ દેસાઈ તથા સ્વ.મયુરીબેન હરેનભાઈ દેસાઈ ના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી પારેખ હસમુખરાય પ્રાણલાલ (ઉં. વ. ૮૮) તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સ્વ.હર્ષદા ના પતિ. જયેશ, ચિત્રા,પૂનમ ના પિતાશ્રી. ભાવેશ કાણકીયા, ભાવેશ ચિતલીયા તથા પારુલ ના સસરા, તેઓ ધરમદાસ ત્રિભોવનદાસ સંઘવીના જમાઈ. માધવી તપન કાણકીયા, હેતલ મોનીલ શાહ, હેતશ્રી, ટિવષા, ધૂમિત, અવ્યાનના દાદા, સ્વ.નંદલાલ, સ્વ.કનૈયાલાલ તથા જયાલક્ષ્મી અનંતરાય મહેતા ના ભાઈ, તેમની પ્રાર્થનાસભા રવિવાર તા.૨૦/૧૦/૨૦૨૪ ના રોજ સાંજે ૫ થી ૭ રૂપનગર, મજીઠીયા નગર ની સામે, એસ વી રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
પાલીતાણાવાળા હાલ ગોરેગાંવ નિવાસી સ્વ.અનંતકુમાર હરગોવિંદદાસ હકાણીના ધર્મપત્ની ગં.સ્વ.હસુમતીબેન (ઉં. વ. ૭૭) તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે.સ્વ ચંદુલાલ, સ્વ.નિર્મળાબેન જગજીવનદાસ મહેતા, સ્વ.ઈદુંમતી ચુનીલાલ મહેતા, સ્વ.વસંતબેન ભુપતરાય દોશી ના ભાભી. સમીર, ભારતીના માતૃશ્રી, અલ્પા, વિજયકુમાર મહેતાના સાસુ. પીયર પક્ષે લાઠીવાળા સ્વ. વ્રજલાલ રામજી કરવતના દિકરી. તેમની પ્રાર્થનાસભા તા.૨૦-૧૦-૨૦૨૪ રવિવારના રોજ ૫ થી ૬.૩૦ કલાકે શ્રી બોરીવલી કપોળ વાડી, કામીનીયા કમ્પાઉંડ. જી.એચ. સ્કુલ ની સામે,એમ.જી.ક્રોસ રોડ, બોરીવલી(ઈસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
ચમારડી નિવાસી હાલ મુંબઈ, સ્વ. ધીરજલાલ મોહનલાલ પારેખના પત્ની ગં. સ્વ. શાંતાબેન, (ઉં. વ. ૯૨) તે ધોળીબેન ભાણજીભાઈ માધાણીના દીકરી. અરવિંદ, દિવ્યા રાજકોટીયાના માતુશ્રી. રાજેશ્રી, લલિતકુમાર રાજકોટિયાના સાસુ, સ્વ. બાબુભાઈ, સ્વ. રમણીકભાઈ પારેખ, સ્વ. વિજયાબેન રતિલાલ સાંગાણી, સ્વ. સવિતાબેન હરિલાલ ભુપતાણીના ભાભી, સ્વ. મુલચંદભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. શાંતિભાઈ, ગ. સ્વ. સૂર્યાબેન નલીનકાત પારેખના બેન, ચંદ્રિકાબેન લલીતભાઈ શેઠ, સ્વ. ચંપાબેન પુરુષોત્તમદાસ રાજકોટીયાના વેવાણ, ચિરાગના દાદી, કૌશલ, ફોરમના નાની ૧૮/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોચી જ્ઞાતી
હાલ બોરીવલી નિવાસી શ્રી રીગ્નેશભાઈ પ્રકાશભાઈ ચોંડાગર (ઉં. વ. ૪૨) તે મીનાબેનના સુપુત્ર, પ્રીનલબેનના પતિ, જીગ્નેશભાઈના મોટાભાઈ, કૃષા, વિધી તથા શોર્ય પિતા. યશવી તથા વૃજ ના મોટાપપ્પા. પ્રાર્થનાસભા ૨૧/૧૦/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, પહેલે માળે, અંબા માતા મંદિર પાસે, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ રાખેલ છે.