સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૦-૧૦-૨૦૨૪ થી તા. ૨૬-૧૦-૨૦૨૪
રવિવાર, આશ્ર્વિન વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૦મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૩૧ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૦-૨૫. દશરથી ચતુર્થી, કરક ચતુર્થી, મંગળ કર્કમાં ક. ૧૪-૧૮, વિષ્ટિ સૂર્યોદય સુધી. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, આશ્ર્વિન વદ-૫, તા. ૨૧મી, નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૬-૪૯ સુધી, પછી મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ૨૯-૫૦ સુધી (તા. ૨૨મી), પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૮-૧૪ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. – શુભ દિવસ.
મંગળવાર, આશ્ર્વિન વદ-૬, તા. ૨૨મી, નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૮ સુધી પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. સૌર હેમંતૠતુ પ્રારંભ, સૂર્ય સાયન વૃશ્ર્ચિક રાશિ ક. ૨૭-૪૪. વિષ્ટિ ક. ૨૫-૨૮થી. સામાન્ય દિવસ.
બુધવાર, આશ્ર્વિન વદ-૭, તા. ૨૩મી, નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૫ સુધી (તા. ૨૪મી), પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રે ક. ૨૪-૦૧ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ ક. ૨૪-૪૩, વાહન શિયાળ, ભારતીય કાર્તિક માસારંભ, વિષ્ટિ ક. ૧૩-૧૬ સુધી. શુભ દિવસ.
ગુરુવાર, આશ્ર્વિન વદ-૮, તા. ૨૪મી, નક્ષત્ર પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, ગુરુપુષ્યામૃત યોગ સૂર્યોદય થી શુક્રવારનાં સૂર્યોદય. શુભ દિવસ.આજ રોજ બ્રહ્મલિન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત ,પ્રેરિત રિધ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર પૂજા, પ્રતિષ્ઠા, શ્રી યંત્ર પૂજાનો મહિમા છે. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન.ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગના મુહૂર્તો: (૧) સવારે ક. ૦૬-૩૭ થી ક. ૦૮-૦૩ (શુભ) (૨) સવારે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૩ (ચલ) (૩) બપોરે ક. ૧૨-૨૩ થી ક. ૧૩-૪૯ (લાભ),(૪) બપોરે ક. ૧૩-૪૯ થી ક. ૧૫-૧૬ (અમૃત), (૫) સાંજે ક. ૧૬-૪૨ થી ક. ૧૮-૦૯ (શુભ),(૬) સાંજે ક. ૧૮-૦૯ થી રાત્રે ક. ૧૯-૪૨ (અમૃત), (૭) રાત્રે ક. ૧૯-૪૨ થી ક. ૨૧-૧૬ (ચલ),(૮) મધ્યરાત્રે ક. ૦૦-૨૩ થી ક. ૦૧-૫૬ (તા. ૨૫) (લાભ),(૯) મધ્યરાત્રિ પછી ક.૦૩-૩૦ થી ક. ૦૫-૦૩ (તા. ૨૫) (શુભ),(૧૦) મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૩ થી ક. ૦૬-૩૭ (તા.૨૫)(અમૃત).
શુક્રવાર, આશ્ર્વિન વદ-૯, તા. ૨૫મી, નક્ષત્ર પુષ્ય સવારે ક. ૦૭-૩૯ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, આશ્ર્વિન વદ-૧૦, તા. ૨૬મી, નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૯-૪૫ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૯-૪૫ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૧૬-૧૭ થી ક.૨૯-૨૩ સામાન્ય દિવસ.