સ્પોર્ટસ

IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

જો તમે પણ આઈપીએલના ફેન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. આ વખતે ક્રિકેટપ્રેમીઓને આઈપીએલની 18મી સિઝનનો આનંદ જિયો સિનેમા પર નહીં માણવા મળે. રિલાયન્સ કંપની (Reliance Company) અને હોટ સ્ટાર (Hotstar)નું મર્જર થવા જઈ રહ્યું છે અને એને કારણે આ પગલું લેવામાં આવશે.

આ પણ વાંચો : IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી

મળી રહેલી માહિતી અનુસાર ક્રિકેટ મેચ અને બીજા સ્પોર્ટ્સ ઈવેન્ટ હવે જિયો સિનેમા પર નહીં ઓન એર નહીં કરવામાં આવશે. આઈસીસી ટુર્નામેન્ટના હોસ્ટિંગ રાઈટ્સ પહેલાં જ ડિઝની પ્લસ હોટસ્ટાર પાસે છે. આઈપીએલ-2025નો આનંદ જિયો સિનેમા પર નહીં ઉઠાવી શકાય.

આ પણ વાંચો : IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે

રિલાયન્સ અને ડિઝની ઈન્ડિયા વચ્ચે આશરે 71,455 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરવામાં આવી છે અને આ બંને કંપનીએ વચ્ચે ફેબ્રુઆરી, 2024માં જ ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. રિપોટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જિયો સિનેમા પર આવનારી તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.

આ પણ વાંચો : IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…

જોકે, આ બાબતે હજી ઓફિશિયલી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જિયો સિનેમા પાસે હાલમાં આઈપીએલ, ઈંગ્લિશ પ્રીમિયર લીગ અને પ્રો કબડ્ડી લીગના હોસ્ટિંગ રાઈટ્સ છે. આ જ સમયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આઈસીસી ટુર્નામેન્ટ ટેલિકાસ્ટના રાઈટ્સ છે.

આ પણ વાંચો : IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક

ડિઝની પ્લસ હોટસ્ટાર પાસે સારી લાઈવ સ્ટ્રીમિંગ ટેક્નોલોજી છે, તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના હોસ્ટિંગ રાઈટ્સ જિયો સિનેમામાંથી હોટસ્ટારને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. બીજું પાસુ એવું છે કે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટારનો રેકોર્ડ ખૂબ જ દમદાર છે. 2023માં પણ ઓડીઆઈ વર્લ્ડકપની ફાઈનલ હોટસ્ટાર પર 59 મિલિયન ચાહકોએ એક સાથે જોઈ હતી. એવું કહેવાઈ રહ્યું છે તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જાન્યુઆરી, 2025 સુધીમાં જિયો સિનેમામાંથી હોટસ્ટાર પર શિફ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : IPLની 10 ટીમના 3-3 ખેલાડીઓ જેમને માલિકો 2025ની સિઝન માટે જાળવી રાખશે?

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ-2025ની મેગા ઓક્શન નવેમ્બર મહિનાના અંતમાં થવાની શક્યતા છે. તમામ ટીમોએ 31મી ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈને રિટેન કરેલાં તમામ ખિલાડીઓની યાદી સબમિટ કરવાનું રહેશે. આ સાથે જ આ વખતે ઓક્શનમાં મોટા મોટા નામો જોવા મળી શકે છે. નવા નિયમ અનુસાર આ વખતે દરેક 6 ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી આપવામાં આવી છે અને એમાં એક ખેલાડી અનકેપ્ડ હોવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button