માથે મેલું ઊંચકનાર કામદારોના સર્વેક્ષણની મુદત વધારવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલયના નિર્દેશન બાદ મુંબઈમાં માથે મેલું ઊંચકનાર કામગારોનો સર્વેક્ષણ કરવાનું કામ છ ઑક્ટોબર, ૨૦૨૪થી ચાલુ કરવામાં આવ્યું હતું. હવે આ સર્વેક્ષણની મુદત વધારી દેવામાં આવી છે. તેથી આગામી ૨૫ ઑક્ટોબર સુધી આ સર્વેક્ષણ ચાલુ રહેશે એવું પાલિકા પ્રશાસને જાહેર કર્યું હતું.
હાથેથી ગંદકી સાફ કરીને તેને માથા પર ઊંચકીને લઈ જતા કામગાર (મેહતર)નું મુંબઈમાં છેલ્લે છેક ૨૦૧૩માં સર્વેક્ષણ કરવામાં આવ્યા હતું ત્યારબાદ આ સફાઈ કર્મચારીઓની નોંધ જ થઈ નહોતી. એ બાદ એક જનહિતની અરજી પણ થઈ હતી. છેવટે કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશ બાદ આ કામગારોનું સર્વેક્ષણ છ ઑક્ટોબર, ૨૦૨૪થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૪ના સમયગાળામાં કરવામાં આવવાનું હતું. જોકે તાજેતરમાં જ મેન્યુઅલ સ્કૅવેજર્સ સર્વેક્ષણ સમિતિની બેઠકમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદત વધારીને ૨૫ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સર્વેક્ષણ માટે પાલિકાના ઘનકચરા ભિાગ મારફત એક સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે. સર્વેક્ષણ અંતર્ગત અ નામ નોંધાવવા માટે જાહેર સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…
હાથેથી કામ કરનારા મેહતર એટલે કે શૌચાલયોની ટાંકી અથવા ખુલ્લા નાળામાંથી કચરો જે ખાડામાં નાખવામાં આવે છે ત્યાં માનવી ગંદકી હાથેથી સાફ કરે છે તેને ઊંચકીને લઈ જવાનું કામ કરે છે. આ સર્વેક્ષણમાં પાલિકા, સરકારી ઓફિસ અથવા ખાનગી ઓફિસમાં કામ કરનારા સફાઈ કામગારનો સમાવેશ થાય છે. અથવા પાલિકા અને સરકારી ઓફિસમાં કૉન્ટ્રેક્ટર પર કામ કરનારા માણસનો પણ સમાવેશ થાય છે.