લાઠીના આંબરડી ગામે શ્રમિકો પર વીજળી ત્રાટકી: 5 લોકોના મોત
લાઠી: રાજ્યમાં દિવાળી પહેલા પડી રહેલો વરસાદમાં અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામના શ્રમિક પરિવાર પર વીજળી કાળ બનીને ત્રાટકી છે. લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચે મૃતકો આંબરડી ગામના જ છે. હાલ ત્રણ લોકોને ઢસા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વીજળીના કડાકા અને વાજડી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ…
હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા છે. લાઠીના આંબરડી ગામે ખેતી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકો પર કાળ બનીને વીજળી ત્રાટકી હતી, જેમાં 5 લોકોના મોત થયા છે. એકસાથે પાંચ લોકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Bharuchના પાદરિયા ગામે વીજળી પડતાં ત્રણ લોકોના મોત, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
કપાસ વીણીને પરત ફરી રહેલા શ્રમિકો પર વીજળી પડી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ગભરાઈ જતા ઢસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પાંચ મૃતકોમાંથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. એક જ પરિવારના બાળક, બાળકી અને માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
જેમાં ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 35 વર્ષ), શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા (ઉંમર 18 વર્ષ), રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 7 વર્ષ), રૂપાલીબેન દલસુખભાઈ (ઉંમર 8 વર્ષ), રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 5 વર્ષ)નો સમાવેશ થાય છે.