આજ રે સપનામાં મેં તો…જો તમને દિવાળી પહેલા આ વસ્તુઓ સ્વપ્નમાં આવે તો સમજજો કે…
નવરાત્રીમાં નવ દિવસ રમ્યા બાદ હવે બધા દિવાળીના તહેવારની તૈયારીમાં પડયા છે. મહિલાઓ હવે ઘરની સફાઈ, શોપિંગ અને ત્યારબાદ નાસ્તા બનાવશે તો પુરુષો પરિવારની ઈચ્છા સંતોષવા દિવાળીમાં જેમ બને તેમ વધુ કમાણી કરવાના પ્રયત્નોમાં હોય છે. એક મોટો વર્ગ હવે દિવાળીનો વેકેશન તરીકે જ ઉપયોગ કરે છે ને ફરવા નીકળી જાય છે. આથી તમને સપનામાં પણ આવું જ કંઈક આવતું હશે, પરંતુ સપનાઓનું વિજ્ઞાન કઈક અલગ કહી રહ્યું છે.
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્ન આપણને કોઈને કોઈ સંકેત આપે છે. દિવાળી જેવા ખાસ તહેવાર પહેલા જો તમે તમારા સપનામાં કેટલીક વસ્તુઓ જુઓ છો તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. દિવાળી દરમિયાન તમારા સપનામાં જો આ પાંચમાંથી કોઈ એક પણ વસ્તુ આવે તો સમજજો કે મા લક્ષ્મી તમારી પર કૃપા વરસાવશે.
જો તમારા સપનામાં આવે આ ફૂલ
જો કોઈ વ્યક્તિ દિવાળી પહેલા સપનામાં કમળનું ફૂલ જુએ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવું સ્વપ્ન જોયા પછી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, આ સ્વપ્ન તમારા પારિવારિક જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે. કમળનું ફૂલ લક્ષ્મીજીનું આસન છે અને જો તે તમારા સપનામાં આવે તો મા લક્ષ્મી તમારા પર ધનની વર્ષા કરશે, તેમ માનવામાં આવે છે.
જો તમારા સપનામાં આ કિંમતી વસ્તુઓ આવે તો
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં પર્યાપ્ત સંપત્તિ મળે. આવી સ્થિતિમાં જો તમને દિવાળી પહેલા સપનામાં પૈસા કે સોનું દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આવા સ્વપ્ન જોયા પછી માત્ર ધન નહીં સુખ અને શાંતિ પણ મળે છે.
જો તમારા સપનામાં આ પવિત્ર સ્થળ આવે તો
દિવાળી પહેલા જો તમે તમારા સપનામાં મંદિર જુઓ છો અથવા તમારી જાતને પૂજા કરતા જુઓ છો, તો આ સ્વપ્ન પણ તમારા માટે શુભ છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમને પારિવારિક જીવનમાં સુખ મળશે. આ ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન પણ આવશે. આ સાથે જો તમને દિવાળી પહેલા સપનામાં કોઈ ધાર્મિક સ્થળ દેખાય તો સમજવું કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. દિવાળી પહેલા સપનામાં દીવો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત છે.
જો તમારા સપનામાં આ પ્રાણી આવે તો
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દિવાળી પહેલા સપનામાં ગાય જોવી પણ ખૂબ જ શુભ હોય છે.
આ સ્વપ્નનો અર્થ એ છે કે, તમે જીવનના વિવિધ ક્ષેત્રોમાં લાભ મેળવી શકો છો. પૈસા સંબંધિત મામલાઓમાં પણ તમને સફળતા મળશે અને સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
જો તમારા સપનામાં કુદરત આવે તો
જો તમે દિવાળી પહેલા તમારા સપનામાં ગંગા, યમુના જેવી પવિત્ર નદી અથવા સ્વચ્છ તળાવ જુઓ છો, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ થાય છે કે દેવી લક્ષ્મી તમને મન મૂકીને આશીર્વાદ આપે છે.
તમે સારા કામ કરી શકશો અને તે રીતે ધનની પ્રાપ્તી અને ધનનો ઉપયોગ કરી શકશો.