મનોરંજન

Priyanka Chopra એ પહેરેલા પાતળા નેકલેસની કિંમત સાંભળશો તો હોંશ ઉડી જશે…

બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગના જોરે લોકોના દિલ પર રાજ કરનારી દેસી ગર્લ, દમદાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રા હાલમાં ભારત આવી છે. હાલમાં જ પોતાના વર્ક કમિટમેન્ટ પૂરા કરવા પહોંચેલી પ્રિયંકા ચોપ્રાના એકથી ચઢિયાતા એક લૂકને જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે. એમાં પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક્ટ્રેસનો બાર્બી લૂક જોઈને તો ફેન્સના દિલની ધડકન વધી ગઈ હતી. પરંતુ એક્ટ્રેસના લૂક કરતાં પણ તેણે ગળામાં પહેરેલા પાતળા વાયર જેવા નેકલેસ અને તેની કિંમતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. આવો જોઈએ શું ખાસ છે આ નેકલેસમાં અને તેની કિંમત વિશે-

આ પણ વાંચો : દેસી ગર્લ બનીને Priyanka Chopraએ જિતી લીધું દિલ, વીડિયો થયો વાઈરલ…

દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા એક બ્રાન્ડનું પ્રમોશન કરી રહી હતી અને એ સમયે એક્ટ્રેસ એકદમ બાર્બી લૂકમાં જોવા મળી હતી. શુક્રવારે બાંદ્રા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં પીસીએ પોતાની ફેશનનો જલવો વિખેર્યો હતો, પરંતુ તેણે ગળામાં પહેરેલી જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. દેખાવમાં હળવી દેખાતી આ જ્વેલરીની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે.

આ પણ વાંચો : Health: Priyanka Chopraનો આ દેશી ઈલાજ થયો વાયરલ, તમે પણ જાણો ફાયદા

આ ઈવેન્ટ માટે પીસીએ ખા વિવિએન વેસ્ટવુડના 2010ના કલેક્શનનો ડ્રેસ પસંદ કર્યો હતો અને આ ડ્રેસે તેને એકદમ ડિફરન્ટ લૂક આપ્યો હતો. આ આઉટફિટ સાથે પીસીએ પોનીટેસ અને બોલ્ડ આઈ મેક-અપ કર્યો હતો અને આ આઈ મેકઅપને કારણે તેના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

આ પણ વાંચો : Priyanka Chopra આટલી હૉટ તો ફિલ્મોમાં પણ નથી દેખાઈ, સાથે જોઈલો દીકરી માલતીની મસ્તી પણ

પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે પીસીએ ગળામાં લક્ઝરી બ્રાન્ડના ઝૂમખા પહેર્યા હતા જેની કિંમત આશરે 9.50 લાખ રૂપિયા છે અને તેણે ગળામાં એક પાતળો વાયર જેવો નેકપીસ પહેર્યો હતો જેની કિંમત પણ લાખોમાં હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીસીએ પહેરેલા નેકલેસ અને ઈયર રિંગ્સ બંનેની કિંમત આશરે 17 લાખ રૂપિયા જેટલી છે.

આ પણ વાંચો : Isha Ambaniની પાર્ટીમાં Priyanka Chopraએ પહેર્યો આટલો મોંઘો નેકલેસ…

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસે ગુરુવારે પણ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી અને એ સમયે પણ તેનો લૂક એકદમ દમદાર હતો. પીસીના આ કિલર લૂક જોઈને ફેન્સ તો તેના દિવાના હની ગયા છે. નેટિઝન્સ તો એવું પણ કહી રહ્યા છે કે પીસી દિવસે દિવસે એકદમ ગ્લેમરસ થતી જઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button