Ajay Devgan ને કારણે ના થઈ શક્યા આ એક્ટ્રેસના લગ્ન, વર્ષો બાદ થયો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને હાલમાં જ એક્ટ્રેસને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એક્ટ્રેસના લગ્ન સંબંધિત છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તબ્બુના લગ્ન બોલીવૂડના જ એક એક્ટ્રેસને કારણે નથી થયા, ચાલો તમને આ અભિનેતા વિશે જણાવીએ અને આખી સ્ટોરી શું છે એ જાણીએ-
આ પણ વાંચો : એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?
તબ્બુ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર એવી આ અભિનેત્રીએ અત્યાર સુધી કોઈને પોતાનો જીવનસાથી નથી પસંદ કર્યો અને તે સિંગલ જ છે. તબ્બુના સિંગલ રહેવા માટે બોલીવૂડ એક્ટર જવાબદાર છે. આ અભિનેતાને કારણે જ તબ્બુ ક્યારેય દુલ્હન બની શકી નહોતી.
આ અભિનેતા કોણ છે એવો સવાલ થયો ને? ચાલો તમને આ સવાલનો જવાબ આપીએ. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ આપણો બાજીરાવ સિંઘમ એટલે કે અજય દેવગણ છે. અજય દેવગણ અને તબ્બુની બોન્ડિંગ કોઈથી છુપી નથી. બંને ખૂબ જ સારા મિત્રો છે. અજય અને તબ્બુએ અનેક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. 90ના દાયકાથી 2023 સુધી બંને જણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિલસિલો ફિલ્મ વિજયપથથી શરૂ થયો.
ખુદ તબ્બુએ એક વખત મજાકમાં કહ્યું હતું કે અજય દેવગણને કારણે જ મારા લગ્ન નથી થયા. હું અને અજય એકબીજાને છેલ્લાં 25 વર્ષથી ઓળખીએ છીએ. અજય મારા કઝિન સમીર આર્યના પડોશી અને કાજોલનો ક્લોઝ ફ્રેન્ડ હતો. આ જ સમયે અજય અને મારી પણ સારી એવી દોસ્તી થઈ ગઈ.
આ પણ વાંચો : પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ
આગળ તબ્બુએ એવું પણ જણાવ્યું હતું કે અજય અને સમીર મારી જાસૂસી કરતાં હતા. જ્યારે પણ કોઈ છોકરો મારી વાત કરવા કે મિત્રતા કરવા આવતો હતો એટલે આ બંને જણ એને ધમકાવતા, માર-પીટ કરવાની હૂલ આપતા હતા અને આ જ કારણ છે કે કોઈ પણ છોકરો કે ઈન્ડસ્ટ્રીનો હીરો મારી સાથે વાત કરતાં ડરતા. આ જ કારણ છે કે હું આજે પણ સિંગલ છું…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મો અને લાઈમલાઈટ દૂર જ છે, પરંતુ ઈવેન્ટમાં પોતાની મદહોંશ કરી નાખતી અદાથી લોકોને દિવાના બનાવવાની એક તક ચૂકતી નથી.