આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગને લઇ સંજય રાઉતે શું કહ્યું, જાણો વિગત…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડીમાં છેલ્લા થોડા સમયથી નારાજગી જોવા મળી રહી છે. શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચે બંને પાર્ટીના નેતાઓ મોટું નિવેદન આપ્યું છે. સંજ્ય રાઉતે કહ્યું કે, બંને તરફથી અટકેલી વાતચીત આજે ફરી શરૂ થશે. જેને મહાવિકાસ અઘાડી વચ્ચે સીટ શેરિંગને લઈ વાત થવાનો મોટો સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો : Assembly Election: મહાયુતિમાં ઘર્ષણ, ભાજપને 2 નેતા કરી શકે અલવિદા…

આ પહેલા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે, જેમને લાગતું હતું કે સીટ શેરિંગ પર સહમતિ નહીં બને, એટલે સુધી કે ગઠબંધન તૂટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવતી હતી. સંજય રાઉતે તો એટલે સુધી કહી દીધું કે કોંગ્રેસના નેતાઓમાં ફેંસલો લેવાનો દમ નથી.

સંજય રાઉતે શું કહ્યું?

આ દરમિયાન સંજય રાઉતનું પણ નવું નિવેદન સામે આયું છે. સંજય રાઉતે કહ્યું કે, રમેશ ચેન્નિથાલા માતોશ્રી આવ્યા હતા. અમે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ચર્ચા કરી છે. છેલ્લા બે દિવસથી જે વાતચીત અટકેલી હતી તે આજે શરૂ થશે. સંજય રાઉતે આગળ જણાવ્યું કે, અમે નક્કી કર્યુ છે કે આજે મોડી રાત સુધીમાં સીટોની વહેંચણીને લઈ ફાઇનલ થઈ જશે. સમાજવાદી પાર્ટી પણ અમારી સાથે છે. કાલે ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવ વચ્ચે વાતચીત થઈ ચુકી છે.

આ પણ વાંચો : Assembly Election: મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવાનો વિપક્ષના નેતાઓનો દાવો…

કોંગ્રેસ નેતા નાના પટોળેનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, સંજ્ય રાઉતના નેતા ઉદ્ધવ ઠાકરે છે. અમારા નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી છે. એનસીપી (એસસીપી)ના નેતા શરદ પવાર છે. પરંતુ સીટ વહેંચણીની કમિટીમાં આમાંથી કોઈ નથી. જોકે આ કમિટી આ નેતાઓના આદેશ પર બની છે. અમારા નેતાઓને સતત અપડેટ આપતાં રહેવું અમારી ફરજ છે. સંજય રાઉત શું કરે છે તેમાં અમારે નથી પડવું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button