અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વીજળીના કડાકા અને વાજડી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) દિવાળીના ટાણે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)અને રાજ્યના હવામાન વિભાગે આગાહી (Rain forecast) કરી છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયને ટાણે બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાલડી, લો ગાર્ડન, ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ, શાહીબાગ વિસ્તારમાં વાઝડી સાથે વરસાદ પડ્યો છે.

રાજ્યના અલગ અલગ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ શનિવારે સવારથી આકરા બફારા બાદ બપોર બાદ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાજડી સાથે વરસાદ વરસ્યો હતો. દિવાળીના તહેવાર ટાણે પડી રહેલા વરસાદના કારણે તહેવારની રોનકમાં આછપ આવી છે.

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ, શાહીબાગ, એલિસબ્રજિ, પાલડી, શાહરૂપુર, ઇન્કમટેક્સ, અસારવા, એસ.જી. હાઇવે, વાસણા સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા અને વાજડી સાથે પડી રહેલા વરસાદથી સવારથી જામેલા બફારાથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી:
રાજ્યના હવામાન વિભાગે આજે 19મી ઓક્ટોબરના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button