આ અભિનેતા છે બચ્ચન પરિવારનો રિયલ એનિમી, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની…
હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અહીં બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) કે પછી વિવેક ઓબેરોય (Vivek Oberoi)ની વાત ચાલી રહી છે તો નો બોસ… તમારા આ બંને નામ સદંતર ખોટા છે. આજે અમે અહીં તમને બચ્ચન પરિવારના કટ્ટર દુશ્મન વિશે જણાવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગદ્દરના એક્ટર સની દેઓલ પર ડિરેક્ટરે સૌરવ ગુપ્તાએ લગાવ્યા આરોપો
બચ્ચન પરિવારની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પોપ્યુલર ફેમિલીમાં કરવામાં આવે છે, એવામાં આ પરિવાર સાથે દુશ્મની વહોરી લેવાનું જોખમ કોઈ કઈ રીતે ઉઠાવે? પણ બોસ એવું નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ એક એવો એક્ટર છે જેનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો છે અને આ અભિનેતા બીજું કોઈ નહીં પણ સની દેઓલ છે.
સની દેઓલ અને બચ્ચન પરિવારની દુશ્મની આજકાલની નહીં વર્ષો જૂની છે. 30 વર્ષ પહેલાં એટલે કે 1999માં સની દેઓલે અમિતાભ બચ્ચન સાતે ફિલ્મ ઈન્સાનિયતમાં કામ કર્યું હતું. આજના કટ્ટર દુશ્મન બની ગયેલા અમિતાભ બચ્ચન અને સની દેઓલ વચ્ચે બાપ-દીકરા જેવો સંબંધ હતો. બિગ બી સનીને પોતાના દીકરા જેવો માનતા હતા, પરંતુ તેની વધતી જતી પોપ્યુલારિટીને જોતા ઈનસિક્યોર પણ થવા લાગ્યા હતા. આ કારણે સેટનો માહોલ ખરાબ થવા લાગ્યો અને અમિતાભ બચ્ચનનો રોલ ફિલ્મમાં વધારવામાં આવ્યો. ફિલ્મના પોસ્ટરમાં પણ અમિતાભ બચ્ચનને સની દેઓલ કરતાં વધારે સ્પેસ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ડિવોર્સની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું કે લગ્નજીવન માણી રહી છું…
આ બધુ જોઈને સનીને ગુસ્સો આવ્યો તેણે અમિતાભ બચ્ચન સાથે ફરી ક્યારેય કામ ના કરવાની કસમ જ ખાઈ લીધી. આ જ કારણે ફિલ્મ એલઓસી કારગિલમાં સનીની જગ્યાએ ડિરેક્ટરે અભિષેક બચ્ચનને કાસ્ટ કરી લીધા હતા. આ કારણે સનીને વધારે ગુસ્સો આવ્યો અને તેણે અભિષેક સાથે પણ ડિસ્ટન્સ રાખવાનું શરૂ કરી દીધું હતું. બસ એ સમય છે ને આજનો સમય છે બચ્ચન પરિવાર સાથે ડિસ્ટન્સ રાખવાનું શરૂ કરી દીધું હતું.
ચોંકી ગયા ને દુશ્મનીની આ અનોખી કહાની સાંભળીને?