વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

માઇન્ડ ડિટોક્સ માટે કારગાર છે જાપાનની આવી કેટલીક પદ્ધતિ…

  • રેખા દેશરાજ

વ્યસ્ત, ભાગદોડ, સમય પર ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ. આપણી આજની લાઇફસ્ટાઇલમાં સામેલ એ એવી ગતિવિધિઓ છે જેના કારણે ૫૦ ટકાથી વધુ નોકરિયાત લોકો માનસિક તણાવનો શિકાર હોય છે. જાણકારોનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે જાપાન પાસે સંતુલન અને શાંતિની એવી પ્રાચીન પદ્ધતિઓ છે જે આજે પણ ખૂબ જ કારગર છે. જેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે દુનિયામાં જાપાનના લોકો સૌથી ઓછી માનસિક બીમારીઓનો શિકાર બને છે. વાસ્તવમાં જાપાની લોકો એટલા માટે માનસિક બીમારીઓથી બચતા રહે છે કારણ કે તેમની પાસે માઇન્ડ ડિટોક્સની એક નહીં પરંતુ અડધા ડઝનથી વધુ ખૂબ કારગર અને યોગ્ય પદ્ધતિઓ છે.

જેનો ઉપયોગ કરીને કોઇ પણ વ્યક્તિ સરળતાથી મેન્ટલ ડિટોક્સ કરી શકે છે. જેનાથી તે માનસિક બીમારીઓથી બચી શકે છે. આવો આપણે પણ તેમાંથી કેટલીક મહત્ત્વની જાપાની પદ્ધતિઓ વિશે જાણીએ.

વૃક્ષ સ્નાન: જાપાની ભાષામાં તેને શિનરિન યોકૂ રહે છે. આ જાપાનની સૌથી પ્રસિદ્ધ માનસિક ડિટોક્સની ટેકનિક છે. આ ટેકનિક ખૂબ સરળ છે. જ્યારે પણ તમે માનસિક સ્ટ્રેસ અનુભવો ત્યારે ગાઢ જંગલોમાં ફરવા જતા રહો. આવાં જંગલોમાં એક કલાક વિતાવ્યા પછી તમે લગભગ સંપૂર્ણ રીતે તણાવમુક્ત થઇ જશો.

જો તમારી આસપાસ કોઇ ગાઢ જંગલ ના હોય તો કોઇ પાર્કનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જ્યાં વૃક્ષો, ફૂલછોડ, પક્ષીઓ અને ખુલ્લું આકાશ હોય. વાસ્તવમાં અભ્યાસથી પણ જાણવા મળ્યું છે કે જંગલમાં ફરતા સમયે જ્યારે તમે પ્રાકૃતિક દ્રશ્યો, અવાજો, સુગંધ વગેરેનો અનુભવ કરો છો તો મન શાંત થઇ જાય છે અને તમે ફ્રેશ અનુભવો છો. માઇન્ડ ડિટોક્સની આ રીત સૌથી કારગર છે.

મંદિર જવું: સાંભળવામાં તમને લાગતું હશે કે અરે આ કોઇ ખાસ વાત છે. વાસ્તવમાં જાપાની ભાષામાં તેને ઓટેરા થેરેપી કહેવામાં આવે છે. વ્યવહારીરૂપે સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવેલ તથ્ય છે કે જ્યારે આપણે મનથી મંદિર, મસ્જિદ અથવા ગુરુદ્ધારામાં જઇને અને ત્યાં જઇને પોઝિટીવ માહોલમાં જોડાવાનો પ્રયાસ કરીએ છીએ તો આધુનિક જીવનની દોડધામમાં આપણને જેટલું ટેન્શન થાય છે તે ધીરે ધીરે ઓછું થઇ જાય છે.

જાપાની લોકો સ્ટ્રેસમાં આવે તો બૌદ્ધ પૈગોડા અથવા મઠમાં જાય છે અને થોડો સમય આંખો બંધ કરીને ત્યાં બેસે છે. મઠનું શાંત અને શીતળ વાતાવરણ લોકોની અંદરની તમામ વ્યગ્રતા ખત્મ કરી દે છે. આપણે ભારતીયો પણ મંદિરોમાં થતા હવન અને મંદિરમાં બેસીને કરવામાં આવતા ધ્યાનમાં સામેલ થઇને જાપાનીઓની જેમ મંદિર જઇને પોતાનો સ્ટ્રેસ દૂર કરી શકીએ છીએ. તણાવનો પીછો છોડાવવા માટે આ ખૂબ સરળ અને કારગર રીત છે. જે આખી દુનિયામાં સટીક છે.

દૈનિક આદતોમાં સુધારો: જાપાની ભાષામાં આ પ્રક્રિયાને કાઇજેન કહેવામાં આવે છે. કાઇજેન એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે જાણતા હોઇએ છીએ કે આપણે સુધારાની અનેક પ્રક્રિયાઓને અપનાવવાની છે અને આપણે એક સાથે નહી પરંતુ ધીરે ધીરે તમામ ગતિવિધિઓ અને એ પ્રક્રિયાઓમાં સુધારો કરવાની શરૂઆત કરીએ છીએ. જેમાં આપણે માનીએ છીએ કે આમ કરવું જોઇએ. તો તેનું પરિણામ સકારાત્મક મળે છે.

આપણા મન અને શરીર બંને એ વાતથી ખૂબ ખુશ રહે છે અને ખુશીનો અનુભવ કરે છે કે આપણે આપણામાં સુધારો કરવાની શરૂઆત કરી દીધી છે અને સતત તેમાં કરી રહ્યા છીએ. કાઇજેન વાસ્તવમાં પોતાને સતત પોતાના દ્વારા જ મેનેજ કરવાની કળા છે. જ્યારે આપણે નક્કી કરી લઇએ છીએ કે આપણી સાથે સારો વ્યવહાર કરનારા વ્યક્તિને બદલામાં થેંક્યૂ બોલીશું અને સતત આમ કરીએ છીએ તો કોઇ અન્ય કરતાં આપણે આપણી જાતથી ખુશ થઇશું કે આપણે યોગ્ય દિશામાં છીએ. આપણને તેનાથી માનસિક ડિટોક્સમાં ખૂબ મદદ મળે છે.

અસ્તિત્વનો ઉદ્દેશ્ય શોધવો: જાપાની ભાષામાં આ પ્રક્રિયાને ઇકિગાઇ રહે છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે આપણી અંદર પણ અનેકવાર હલચલ અથવા સવાલ જવાબ થતા હોય છે. આખરે આપણે કોઇ કામ કેમ કરી રહ્યા નથી? આ કરવું કેમ જરૂરી છે? જ્યારે આપણે થોડા વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની જઇએ છીએ તો આપણા જીવનનો ઉદ્દેશ્ય એટલે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે.

જ્યારે આવા સવાલોથી ઘેરાઇ જઇએ છીએ તો દરરોજ આ પ્રકારે વિચારીએ છીએ તો ધીરે ધીરે આપણે ભગવાન અથવા પ્રકૃતિ પ્રત્યે ધન્યતાના ભાવથી ભરાઇ જઇએ છીએ અને ઈશ્ર્વરને વારંવાર આ જીવન આપવા માટે આભાર માનીએ છીએ. આ પ્રક્રિયા પણ આપણને એક સકારાત્મક ઉદ્દેશ્ય અને તણાવરહિત ચેતના સાથે જોડે છે. તેનાથી પણ ખૂબ ઝડપથી મેન્ટલ ડિટોક્સ કરવામાં મદદ મળે છે

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker