ફાયર વિભાગ છે કે ભ્રષ્ટાચારી વિભાગ?
રાજકોટ: રાજકોટ મનપાનો ફાયર વિભાગ જાણે લંચિયો વિભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.
TRP અગ્નિ કાંડ બાદ એક બાદ એક ફાયર વિભાગના અધિકારીઓ ક્યાંક પૈસાની લાલચ તો વળી ક્યાંક લાંચ લેતા ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે વળી એક રાજકોટ મનપાના ફાયર અધિકારીના નામે એક ફાયર ના એજન્સી દ્વારા રૂ.30,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં અલગ અલગ એક્ઝિબિશન ના એક્સ્પો યોજાતા હોય છે ત્યારે એક એસ્કપોની ફાયર NOC લેવા માટે કૌશિક પિપરોતરા નામના એજન્ટ દ્વારા NOC જોતી હોય તો રૂ 30,000 આપવા પડશે તેવી માંગ કરવામાં આવી હતી.
ત્યાર બાદ એસ્કપો માં આયોજક દ્વારા આ મામલે ACB માં આ મામલે જાણ કરતા ACB દ્વારા છટકું ગોઠવી ફાયર વિભાગના લાંચિયા એજન્ટ કૌશિક પીપરોતરા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ છેલ્લા ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકા નો ફાયર વિભાગ ચર્ચા ના ચકડોળે રહ્યો છે.