આમચી મુંબઈ

રેલ કામો પૂરાં ન થતાં ટ્રાન્સ-હાર્બર સેવાને અસર: પ્રવાસીઓએ રોષ ઠાલવ્યો

મુંબઈ: મધ્ય રેલવેએ બુધવારે હાથ ધરવામાં આવેલા બ્લોક દરમિયાન નિર્ધારિત સમયમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ ગયા બાદ ગુરુવારે સવારે મુંબઈ નજીકનાં બેલાપુર અને પનવેલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ-હાર્બર લાઈન પર લોકલ ટ્રેનની કામગીરીને સ્થગિત કરી દીધી હતી, એવું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

બેલાપુર (નવી મુંબઈ) અને પનવેલ (રાયગડ) વચ્ચે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધી (ટ્રાન્સ હાર્બર લાઈન પર) ટ્રેનો દોડાવવામાં આવશે નહીં, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું. કેટલાક પ્રવાસીઓ અને ઓફિસ જનારાઓએ દાવો કર્યો હતો કે તેઓને બેલાપુર અને પનવેલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ-હાર્બર લાઈનમાં ટ્રેનોમાં જવાની ફરજ પડી હતી, જે અંદાજે ૧૫ મિનિટ મોડી દોડતી હતી.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. શિવરાજ માનસપુરેએ આ વાતને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે ટ્રાન્સ-હાર્બર લાઈન પરની સેવાઓ બેલાપુર-પનવેલ વચ્ચે ‘બ્લોક બર્સ્ટ’ (બ્લોક સમયગાળા દરમિયાન નિર્ધારિત કાર્ય પૂર્ણ ન થવાને કારણે)ને કારણે ટ્રેનોને સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

યાર્ડ રિમોડલિંગના કામને કારણે પનવેલમાં ચાલી રહેલા કેટલાક સ્પીડ પ્રતિબંધોને ધ્યાનમાં લઇને પનવેલમાં બંચિંગ ટાળવા માટે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધી ટ્રેનસેવા અસર થશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. થાણે-પનવેલ ટ્રાન્સ-હાર્બર લોકલ સવારે ૧૧ વાગ્યા સુધી થાણેથી બેલાપુર સુધી દોડી નહોતી. આને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button