Hardik Pandyaએ કહ્યું I Am Not Okay, મારી અંદરના જાનવરને ના જગાડશો… વીડિયો થયો વાઈરલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભલે હાલમાં પીચથી દૂર રહે છે, પણ તે પોતાની જાતને લાઈમલાઈટથી દૂર નથી રાખી શકતો. એમાં પણ ખાસ કરીને પર્સનલ લાઈફમાં આવી રહેલાં ઉતાર ચઢાવને કારણે તો હાર્દિક સતત ચર્ચામાં રહે છે. હવે હાર્દિક પોતાની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યો છે. તેની પોસ્ટ જોઈને ફેન્સ ખૂબ જ ચિંતામાં મૂકાઈ ગયા છે. આવો જોઈએ શું છે ખાસ હાર્દિકની આ પોસ્ટમાં-
વાત જાણે એમ છે હાર્દિક પંડ્યાએ પોતાના બર્થડે સેલિબ્રેશનના કેટલાક ફોટો શેર કર્યા હતા અને હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને એનાથી પણ ખાસ તો આ વીડિયો પોસ્ટ કરીને લખવામાં આવેલી કેપ્શન છે.
હાર્દિકની ફેનફોલોઈંગ એકદમ તગડી છે અને સોશિયલ મીડિયા પર તેના 35.4 મિલિયન ફોલોઅર્સ છે, જે બાકીના ક્રિકેટરથી ખૂબ જ વધારે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલામાં વીડિયોમાં હાર્દિક ખૂબ જ ગુસ્સામાં છે અને તે કહી રહ્યો છે કે મારી અંદરના જાનવરને ના જગાડીશ. કેપ્શનમાં તેણે લખ્યું કે આઈએમ નોટ ઓકે…
હાર્દિક પંડ્યાએ શનિવારે બપોરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં તે તેની સામે બેઠેલા કોઈ વ્યક્તિના સવાલોના જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન હાર્દિકને જે પણ સવાલો પૂછવામાં આવ્યા એ બધાના જવાબ ખોટા હતા. આ જોઈને હાર્દિકને ગુસ્સો આવે છે અને તે કહે છે બંધ કરો આ બધું, મારી અંદરના જાનવરને મના જગાડશો.આટલું સાંભળીને ત્યાં હાજર વ્યક્તિ પણ ગભરાઈ જાય છે અને બધું બરાબર કરવા લાગે છે.
આ પણ વાંચો : સરફરાઝની સેન્ચુરી, પંતની હાફ સેન્ચુરી પછી મેઘરાજાની પાછી પધરામણી
જોકે, તમારી જાણ માટે કે આ બધું સાચું નહોતું અને આ એક પ્રેન્ક હતો. મારી અંદરના જાનવરને ના જગાડશો એવું કહીને હાર્દિક ખુદ જાનવર બની જાય છે અને કહે છે કે આઈ એમ નોટ ઓકે. આ એક શૂટનું બિહાઈન્ડ ધ કેમેરાવાળો સીન હતો. એટલે ખાસ કંઈ ચિંતા કરવાનું કારણ નથી.
વાત કરીએ હાર્દિક પંડ્યાની સોશિયલ રીચની તો હાર્દિક સોશિયલ મીડિયા પરથી પણ સારી એવી કમાણી કરી લે છે. ક્રિકેટ અને એડવર્ટાઈઝમેન્ટ સિવાય હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સારી એવી કમાણી કરે છે. હાર્દિક લક્ઝુરિયલ લાઈફસ્ટાઈલ જીવે છે અને આલિશાલ બંગલાનો માલિક પણ છે.