અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad ના  વાડજમાં અસામાજિક તત્વો બેફામ,  બે લોકોની અટકાયત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના કેટલાક વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ વધી રહી છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં ગુનેગારો હાથમાં હથિયારો લઈને ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે વાડજમાં હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વાડજમાં આવેલી રામકોલોનીમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ ગાડીઓના કાચ તોડીને વાહનોને નુકસાન પહોંચાડતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. આ  સમગ્ર ઘટનાને લઈ વાડજ પોલીસે નોંધ્યો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડજમાં અંગત અદાવતમાં હથિયારો સાથે જાહેરમાં આતંક

જેમાં અંગત અદાવતમાં વાડજમાં અસામજિક તત્વોએ તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો છે, ઘટનામાં એક સાથે ટોળું આવ્યું અને વાહનોને નુકસાન કર્યું છે. પહેલા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો પરંતુ જેવો પોલીસ પોઈન્ટ દૂર કરવામાં આવ્યો અને બબાલ થઈ હતી.

પોલીસે બે લોકોની અટકાયત પણ કરી

આ અંગત અદાવતની ઘટનામાં પોલીસે બે લોકોની અટકાયત પણ કરી છે. આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.એક મહિના પહેલા થયેલી માથાકૂટનો બદલો લેવા ટોળાએ હુમલો કર્યો હોવાનુ પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button