Airlines Bomb Threat : ફરી મળી બોમ્બની ધમકી, ડાયવર્ટ કરવી પડી દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઇટ
નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિમાનોમાં બોમ્બની(Airlines Bomb Threat)ધમકી મળવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. જો કે તપાસ દરમિયાન તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ફરી એકવાર બોમ્બની ધમકી બાદ શુક્રવારે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવી હતી. શનિવારે સવારે એક નિવેદનમાં, એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી છે અને ફરજિયાત તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ પાસેથી મંજૂરી મળ્યા પછી ફ્લાઇટ આગળ હવાઇ ઉડ્ડયન કરશે.
પાઇલોટે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનું નક્કી કર્યું
આ અંગે પ્રવક્તાએ કહ્યું, વિસ્તારા ફ્લાઇટ UK17 જે 18 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીથી લંડન જવાની હતી. તેને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી. પ્રોટોકોલ અનુસાર તમામ સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે પાઇલોટે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનું નક્કી કર્યું હતું.
તમામ મુસાફરોને ઉતારવા પડ્યા
આ કેસ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હતી. દરમિયાન અકાસા એરએ જણાવ્યું હતું કે તેની ફ્લાઈટ QP 1366 જે શુક્રવારે બેંગલુરુથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. તેને પ્રસ્થાનના થોડા સમય પહેલા બોમ્બની ચેતવણી મળી હતી.તેથી, સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર સ્થાનિક અધિકારીઓએ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું હોવાથી તમામ મુસાફરોને ઉતારવા પડ્યા. એરલાઈને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
Also Read –