સ્પોર્ટસ

મહિલા વર્લ્ડકપ 2024: વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઇનલમાં, સાઉથ આફ્રિકા સામે ખિતાબી મુકાબલો

Womens T20 World Cup: ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ આ પછી વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ મેચમાં જોરદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડની ટીમને બેકફૂટ પર આવવા મજબૂર કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 128 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 120 રન બનાવ્યા હતા.
ગુરુવારે પ્રથમ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન
હેલી મેથ્યુસ (કેપ્ટન), કિઆના જોસેફ, શમાઈન કેમ્પબેલ (વિકેટકીપર), ડીઆન્ડ્રા ડોટિન, સ્ટેફની ટેલર, ચિનેલ હેનરી, ઝૈદા જેમ્સ, અશ્મિની મુનિસર, આલિયા એલીને, અફી ફ્લેચર, કરિશ્મા રામહરેક.

ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન
સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (વિકેટકીપર), રોઝમેરી મેર, લી તાહુહુ, એડન કાર્સન, ફ્રેન જોનાસ.

https://twitter.com/ICC/status/1847305057567404249

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button