મનોરંજન

Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે અને એનું કારણ છે તેની સુરક્ષા સામે ઉભુ થયેલું મોટું જોખમ. અહીંયા તમારી જાણ માટે કે લોરેન્સ બિશનોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધા વચ્ચે સલમાન ખાને પોતાની સુરક્ષાને ધ્યાનમાં લઈને હવે પોતાના લકઝુરિયસ કારના કલેક્શનમાં નવી કાર સામેલ કરી છે.

વાત કરીએ આ કારની ખાસિયત વિશે તો આ કાર બુલેટ પ્રૂફ હોવાનું કહેવાઈ રહ્યું છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર લોરેન્સ બિશનોઈ ગેન્ગ દ્વારા આપવામાં આવેલી ધમકી અનુસાર સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સલમાને પણ પોતાની જૂની કારને અપડેટ કરી છે અને તેના કાર કલેકશનમાં ઉમેરાઈલી કારની કિંમત સાંભળી તમારા હોંશ ઉડી જશે. ચાલો તમને આ કારની ફિચર્સ અને કિંમત વિશે વિસ્તારથી જણાવીએ…

આ પણ વાંચો : આ કારણે Salman Khan નહીં શૂટ કરે વીક-એન્ડ કા વાર?

દશેરા પર સલમાન ખાનના જીગરી મિત્ર અને મહારાષ્ટ્રના રાજકારણનું મોટું માથુ ગણાતા નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી અને એની જવાબદારી પણ સલમાન ખાનને ધમકી આપનાર લોરેન્સ બિશનોઈ ગેન્ગે લીધી હતી. આ બાબતને ધ્યાનમાં લઈને સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે.

હવે સામે આવી રહેલી નવી માહિતી અનુસાર સલમાન ખાને એક નવી બુલેટ પ્રૂફ કાર ખરીદી છે. આ કાર નિસાન પેટ્રોલ SUV છે અને એમાં ટોપ ક્લાસ ફીચર્સ છે જે સુરક્ષાને ધ્યાનમાં લઈને ખૂબ જ મહત્વના છે. આ કાર બોમ્બ એલર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે અને આ કારના કાચ ખૂબ જ જાડા છે અને એમાંથી એક પણ બુલેટ પસાર થઈ શકતી નથી. પ્રાઈવસીને ધ્યાનમાં લઈને તેના કાચ પણ ડાર્ક શેડ્સ રાખવામાં આવ્યા છે.

ગયા વર્ષે પણ સલમાન ખાનની કારની ખૂબ જ ચર્ચા થઈ હતી અને એ પણ નિસાન બુલેટ પ્રુફ કાર હતી. આ કારનો નંબર ખૂબ જ ખાસ હતો. સલમાનની જૂની કારનો નંબર 2727 હતો, જેનો સંબંધ સલમાનની ડેટ ઓફ બર્થ સાથે હતો. સલમાન ખાન કાળિયારનો શિકાર કરવા પ્રકરણ બાદથી જ સલમાન ખાન લોરેન્સ બિશનોઈના નિશાના પર આવી ગયો છે. લોરેન્સ બિશનોઈ દ્વારા અવારનવાર સલમાન ખાનને ધમકી આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button