કરોડો દિલો પર રાજ કરનારી ધક ધક ગર્લનું દિલ ધડકે છે ખાસ વ્યક્તિ માટે, પોસ્ટ કરીને આપી માહિતી…

બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) ઉંમરના આ પડાવ પર પણ પોતાના કરોડો ફેન્સના દિલો પર રાજ કરે છે. માધુરી દીક્ષિતે ગઈકાલે લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવી હતી અને તેણે હાલમાં જ પતિ શ્રીરામ નેને માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.
આ પણ વાંચો : માધુરી દીક્ષિત સાથે મારી સરખામણી…નૉ વે…જાણો કોણે કહ્યું આમ
આ સ્પેશિયલ દિવસને યાદગાર બનાવવા માટે બંનેએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક રોમેન્ટિક વીડિયો શેર કરીને પતિ શ્રીરામને ખાસ અંદાજમાં વિશ કર્યું છે.
માધુરી દીક્ષિતે કરેલાં આ પોસ્ટ કરેલા વીડિયોમાં બોલીવૂડની ધકધક ગર્લ પતિ શ્રીરામ પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા અને લગ્નની સિલ્વર જ્યુબિલી પર રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. માધુરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દિવાની હતી માધુરી દિક્ષીત
માધુરી દીક્ષિતે આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, તમારી સાથેની અગણિત યાદોના 25 વર્ષ. હેપ્પી એનીવર્સરી. માય ફોરેવર @drneneofficial. પત્ની માધુરીની જેમ જ પતિ શ્રીરામ નેનેએ પણ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે અને પોતાની જીવનસંગિની માટે એક ઈમોશનલ નોટ લખી છે. શ્રીરામ નેનેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે બે દિલ એક સાથે ધબકે છે. મારી જીવનસંગિની મને હંમેશા સાથ-સહકાર આપવા માટે ધન્યવાદ. 25મી એનિવર્સરી પર હાર્દિક શુભકામના. તું દુનિયાની શ્રેષ્ઠ પત્ની છે, સૌથી પ્રેમાળ અને સમજદાર આપણે જિંદગીનો લગભગ અડધો હિસ્સો એક સાથે વિતાવ્યો છે જે આપણા માટે સૌથી સારા વર્ષ રહ્યા છે. અનેક યાદો, બાળકોના ઉછેર અને આનંદમાં 25 વર્ષ વિતી ગયા.
આ પણ વાંચો : માધુરીની આ મુસ્લિમ હમશક્લને ઓળખો છો?, આ ક્રિકેટરની છે બીજી પત્ની…
વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી ટૂંક સમયમાં જ ફિલ્મ ભૂલ ભુલૈયા-3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન, વિદ્યા બાલન, રાજપાલ યાદવ, તૃપ્તિ ડિમરી, સંજય મિશ્રા અને રાજેશ શર્મા પણ જોવા મળશે. 1લી નવેમ્બરના આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.