ઇન્ટરનેશનલ

હમાસે યાહ્યાના મોતની કરી પુષ્ટિ, જાણો કોને સોંપી કમાન

તેલ અવીવઃ ગુરુવારે હમાસ ચીફ યાહ્યા સિનવારને ઈઝરાયેલે મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હમાસે તેના નવા વડાની જાહેરાત કરી છે. ખલીલ હય્યાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હાલના સંઘર્ષમાં હમાસના ટોચના નેતૃત્વના ઘણા અગ્રણી સભ્યો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં સિનવારના ઉત્તરાધિકારીને લઈને કેટલાક નામ ચર્ચામાં હતા. આમાં ખાલિદ મેશાલનું નામ પણ સામેલ હતું. જો કે, હમાસે ખલીલ અલ-હય્યાને તેના નેતા તરીકે પસંદ કર્યા. તે હવે કતારમાં રહે છે કારણ કે તેનો આખો પરિવાર 2007માં ગાઝામાં ઈઝરાયેલી હવાઈ હુમલા દરમિયાન માર્યો ગયો હતો.

યુદ્ધવિરામની ઈચ્છા વ્યક્ત કરી છે
આ વર્ષે એપ્રિલમાં, યુદ્ધવિરામ વાટાઘાટોમાં મડાગાંઠ વચ્ચે, અલ-હય્યાએ ઇઝરાયેલ સાથે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે યુદ્ધવિરામ માટે સંમત થવાની તૈયારી દર્શાવી હતી. એસોસિએટેડ પ્રેસ અનુસાર, તેણે એમ પણ કહ્યું કે જો સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવામાં આવશે, તો હમાસ તેના હથિયારો નીચે મૂકશે અને રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે. રોયટર્સ મુજબ અલ હય્યા પર હનિયેહ અને સિનવાર બંનેને ભરોસો હતો.

હમાસના કતાર સ્થિત રાજકીય બ્યુરોના સભ્ય ખલીલ અલ-હય્યા, હમાસ વતી ઇઝરાયેલ સાથે શાંતિ મંત્રણા માટે મુખ્ય વાટાઘાટકાર રહ્યા છે. અમેરિકી અધિકારીઓ તેમને શાંતિ વાટાઘાટો માટે સંભવિત નેતા તરીકે જોવે છે. તેમને હમાસના ભૂતપૂર્વ નેતા ઈસ્માઈલ હાનિયાના સંભવિત અનુગામી તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા, પરંતુ બાદમાં સિનવારને આ પદ મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button