રેકોર્ડ લેવલે પહોંચ્યો સોનાનો ભાવ, જાણો શું છે લાલચોળ તેજીના કારણ
![Gold price reached a record level, know what is the reason for the Lalchola boom](/wp-content/uploads/2024/10/Gold-2-1-2.webp)
Gold Price: વૈશ્વિક બજારમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. 2700 ડૉલર પ્રતિ ઔંસની ઉપર ભાવ પહોંચી ગયો છે. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયો છે. જ્યારે એમસીએક્સ પર સોનાના વાયદાની કિંમત રૂ. 77000 પ્રતિ 10 ગ્રામ ઉપર છે.
સોનાના ભાવમાં વધારાના મુખ્ય કારણો
જિયો-પોલિટિકલ ટેંશનઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ચિંતાએ અનિશ્ચિતતા વધારી છે. હિઝબુલ્લા દ્વારા તણાવ વધવાની ધમકી આપવાના કારણે અનેક રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણના રૂપમાં જોઈ રહ્યા છે. સંઘર્ષના સમયે સોનું એક ભરોસાપાત્ર સંપત્તિ માનવામાં આવે છે. જેના કારણે તેની માંગ વધે છે.
અમેરિકાનું અર્થતંત્રઃ અમેરિકામાં આર્થિક મજબૂતીના સંકેત છે. પરંતુ અનેક વેપારીઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજ દર ઘટે છે ત્યારે સોનું અન્ય સંપત્તિની તુલનામાં વધારે આકર્ષક હોય છે.
આ પણ વાંચો :વૈશ્ર્વિક સોનું નવી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૨૫૭ની આગેકૂચ, ચાંદી ₹ ૮૮ વધી
ચૂંટણી અનિશ્ચિતતાઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર છે. માર્કેટમાં અનિશ્ચિતતા વધી રહી છે, ચૂંટણી આસપાસ અનિશ્ચિતતાથી વારંવાર રોકાણકારોની નજર સુરક્ષિત સંપત્તિ જેમકે સોના પર રહે છે.
કેન્દ્રીય બેંકોની નીતિઃ વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો જેમકે યુરોપીય કેન્દ્રીય બેંક, ધીમી આર્થિક વૃદ્ધિને વધારવા માટે વ્યાજ દરો ઘટાડી રહી છે. આ દરો ઘટવાથી પારંપરિક રોકાણ જેવાકે બોન્ડ, ઓછા આકર્ષક થઈ જાય છે, જેના કારણે સોનાની કિંમતો વધે છે.
નિષ્ણાતોનો મતઃ જાણકારોનું કહેવું છે કે સોનું ઈસીબીના દરોમાં ઘટાડો અને જિયો પોલિટિકલ ટેન્શનના કારણે લાભ ઉઠાવી રહ્યા છે. એક અંદાજ મુજબ સોનું નજીકના ભવિષ્યમાં 2500 થી 2800 ડૉલર પ્રતિ ઔંસ વચ્ચે કારોબાર કરતું જોવા મળી શકે છે.