સુરતમાં પતિએ ક્રૂરતાની તમામ હદ પાર કરી: પત્નીને ચપ્પુના 11 ઘા માર્યા બાદ આપઘાત કર્યો…
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીને ચપ્પુના ઘા માર્યા બાદ પણ જીવ હોવાથી તેના હાથની નસ પણ કાપી નાખી હતી. ત્યાર બાદ પતિએ પોતાના હાથની નસ કાપી પણ મોત ન આવતા, નાયલોનની દોરી પંખા સાથે બાંધીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં દીકરાએ મૃતક પિતા વિરૂદ્ધ માતાની હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચો : Surat ની શાળામાં જમ્યા બાદ 45 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર…
પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો
સુરતના ડિંડોલીમાં પ્રયોશા બ્લિચ નામના બિલ્ડિંગના ફ્લેટ નંબર 101માં પતિ રતન નિમજે (ઉં.વ.53) ઘરમાં જ પત્ની નંદા નિમજે (ઉં.વ.48)ને ચપ્પુના ઝીંકી હત્યા કરી હતી. બાદમાં પોતે પણ પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ઘરનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા એક ખૂણામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જ્યારે પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતો.
ધંધાના પૈસા ઘરે ન આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
ત્યારે આ મામલે નિમેજ દંપતીના દીકરાના જણાવ્યા અનુસાર પિતા ધંધાના પૈસા ઘરે આપતા ન હતા અને વેપારીઓ પાસેથી ખરીદેલા માલના પૈસા પણ આપતા ન હતા. જેના કારણે તેઓ પૈસા ક્યાં નાખતા હતા તે બાબતે માતાએ પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખે ! Surat માં મહિલા પર પડી પીવીસીની ટાંકી, આબાદ બચાવ થયો
જોકે, 17મી ઓક્ટોબરના રોજ બપોરે દીકરો અને દીકરી બંને કામ ધંધે ગયા હતા અને પતિ-પત્ની ઘરમાં એકલા હતા. ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા પતિએ ચપ્પુથી પત્નીના જમણાં હાથમાં બાવડા ઉપર બે ઘા, ડાબા હાથની કોણી પાસે, કોણીની નીચે બે ઘા, પેટની ડાબી તરફના પડખામાં બે ઘા, જમણાં પડખામાં એક ઘા, છાતીના ભાગે ડાબી બાજુ એક ઘા તથા જમણાં પગના સાથળના ભાગે બે ઘા માર્યા હતા. જોકે, તેમ છતાં પત્ની જીવીત હોવાનું જણાતાં જમણાં હાથની નસ કાપી નાખી હતી