દેસી ગર્લ બનીને Priyanka Chopraએ જિતી લીધું દિલ, વીડિયો થયો વાઈરલ…
દેસી ગર્લ અને બોલીવૂડથી હોલીવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રા હાલમાં મુંબઈમાં છે અને ગુરુવારે રાતે તેણે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં દેસી ગર્લનો અંદાજ ફેન્સના દિલને સ્પર્શી ગયો છે. વીડિયોમાં પીસી બાળકો સાથે પોઝ આપી રહી છે અને બાળકોને કંઈક સલાહ આપતી પણ જોવા મળી રહી છે. આવો જોઈએ આખરે પીસીએ બાળકોને શું સલાહ આપી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો પ્રિયંકા ચોપ્રા ઈવેન્ટમાંથી બહાર આવે છે અને તે પોતાની કારની તરફ ઝડપથી ચાલવા લાગે છે. દરમિયાન અચાનક કેટલાક બાળકો ત્યાં આવી પહોંચે છે અને બાળકો પીસી સાથે સેલ્ફી માંગે છે. પ્રિયંકાને મોડું થઈ રહ્યું હોય છે પણ તે બાળકો સાથે પોઝ આપે છે અને બાળકોને સલાહ આપે છે કે મન લગાવીને અભ્યાસ કરો… પીસીનો આ દેસી અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેણે લોકોના દિલ જિતી લીધા હતા.
આ પણ વાંચો : આ કોની સાથે ડેટમાં વ્યસ્ત છે પ્રિયંકા ચોપ્રા? નિક જોનાસને ખબર પડશે તો…
આટલું ઓછું હોય તેમ પીસીએ ફેનના ટી-શર્ટ પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ફેન્સ પીસીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. યુઝર્સ કહી રહ્યા છે કે પીસી ભલે વિદેશમાં વસે છે, પણ તેનું દિલ તો હિંદુસ્તાની છે અને તે હજી પણ આપણી દેસી ગર્લ છે.
દેસી ગર્લનો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં લોકોનું ધ્યાન તેની નાભી પરથી હટ્યું જ નહોતું. પીસીએ નાભીમાં કિંમતી મોંઘોદાટ ડાયમંડ પહેર્યો હતો અને તે એકદમ સેક્સી દેખાઈ રહી છે. ખુદ પીસીએ આ બાબતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મેં મારી નાભી છેદાવી ત્યારે કોઈ ખુશ નહોતું. પીસીએ ફ્લોન્ટ કરેલું આ બેલી બાર તેના પિતાએ ગિફ્ટમાં આપ્યું હતું. અવારનવાર પીસી આ બેલી બાર ફ્લોન્ટ કરતી જોવા મળતી હોય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી ટૂંક સમયમાં જ અમેરિકન સિરીઝ સિટાડેલની બીજી સિઝનમાં જોવા મળશે. હાલમાં તે આ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તેની પાસ હેડ ઓફ સ્ટેટસ ધ બ્લફ પણ છે. પીસીએ મરાઠી ફિલ્મ પાણી પણ પ્રોડ્યુસ કરી છે.