IND vs NZ: ટોમ બ્લંડેલની વિકેટ લઈને બુમરાહ બન્યો નંબર 1, આ મામલે સૌને પાછળ છોડ્યા
બેંગલુરુ: ન્યુઝીલેન્ડ સામે ભારતની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પેહેલી ટેસ્ટ મેચ બેંગલુરુ (IND vs NZ) રમાઈ રહી છે, આ મેચમાં ભારતની શરૂઆત ખુબ ખરાબ રહી. પ્રથમ બેટિંગ કરતા ટીમ 46 રનના શરમજનક સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ. ભારતના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જયારે ન્યુઝીલેન્ડની ટીમ શાનદાર બેટિંગ કરી રહી છે.
ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડના 193 રનના સ્કોર પર ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને આઉટ કરી ભારતને મોટી વિકેટ અપાવી હતી. ડેરીલ મિશેલ યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો. આ પછી જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો, તેણે ટોમ બ્લંડેલને કેએલ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો.
આ વિકેટ સાથે જસપ્રીત બુમરાહ વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં 39 વિકેટ ઝડપી છે. આ સાથે બુમરાહે ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ગસ એટકિન્સનને પાછળ છોડી દીધો છે, જેણે 8 મેચમાં 38 વિકેટ લીધી છે.
મેચની સ્થિતિ:
બેંગલુરુ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ સમયે ન્યૂઝીલેન્ડની ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ગુમાવીને 345 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્ર 104 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે ત્યારે ટિમ સાઉથી પણ 49 રન બનાવીને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પાસે હવે પ્રથમ ઇનિંગમાં 299 રનની લીડ છે. ભારતીય ટીમે આજના પહેલા સેશનમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
IND vs NZ: ટોમ બ્લંડેલની વિકેટ લઈને બુમરાહ બન્યો નંબર 1, આ મામલે સૌને પાછળ છોડ્યા.
Also Read –