આમચી મુંબઈ

ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો પર બીએમસીનો જાપ્તો

આચારસંહિતા અમલમાં આવતા ૪૮ કલાકમાં ૭,૦૦૦થી વધુ હૉર્ડિંગ્સ, બેનરો હટાવી લેવાયા

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ ૧૯૫૦ અનેે Cvigil Appપર કરી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ૨૩ નવેમ્બરના યોજાવાની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પૂરા મુંબઈમાં માત્ર ૪૮ કલાકમાં ઠેર ઠેર લાગેલા ૭,૩૮૯ હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો, ઝંડા સહિત દિવાલ પરના પોસ્ટરો હટાવી દીધા છે.

મુંબઈ મહાનગરપાલિકામાં ( મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લા)માં પારદર્શક અને નિર્ભય વાતાવરણમાં ચૂંટણી પાર પાડવા માટે આચારસંહિતા અમલમાં આવવાની સાથે પ્રશાસને ગેરકાયદે હૉર્ડિંગ અને બેનર લગાડવા નહીં એવી અપીલ તમામ રાજકીય પાટીર્ર્ઓ સહિત કાર્યકર્તાઓને કરી છે. પ્રશાસન પાસેથી સત્તાવાર રીતે મંજૂરી લીધા બાદ જાહેરાતના બોર્ડ, પોસ્ટર, બેનર લગાડી શકાશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

નિયમનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે જાહેરાત બોર્ડ, બેનર અને પોસ્ટરો લગાવનારા સામે તાત્કાલિક ધોરણે પગલા લેવાનો આદેશ જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો છે. આ દરમિયાન આચાર સંહિતા અમલમાં આવવાના ૪૮ કલાકની અંદર (૧૫ થી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૪) દરમિયાન ૯૪૨ દિવાલ પર લાગેલા પોસ્ટરો, ૮૧૭ બોર્ડ, ૫૯૬ કટઆઉટ હૉર્ડિંગ, ૩,૭૦૩ બેનરો, ૧,૩૩૧ ઝંડા મળીને કુલ ૭,૩૮૯ સાહિત્ય હટાવવામાં આવ્યા છે.

આચારસંહિતાનો ભંગ કરનારા સામે નાગરિકો પણ ફરિયાદ કરી શકશે. Cvigil Appએપ્લિકેશનનો ઉપયોગ કરીને મતદારો આચાર સંહિતાનો ભંગ સંબંધિત ફરિયાદો
નોંધાવી શકશે. આ ઍપ પર કરવામાં આવેલી ફરિયાદો ૧૦૦ મિનિટમાં ઉકેલવામાં આવશે.

મતદારો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ રહેશે. ડિસ્ટ્રીક્ટ કલેકટર મુંબઈ સબર્બન ઓફિસ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૬૮૨૯૧૦ રહેશે. તો ડિસ્ટ્રીક્ટ કલેકટર મુંબઈ શહેર ઓફિસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૨-૨૦૮૨ ૨૭૮૧ રહેશે. એ સિવાય ઈલેકશન કંટ્રોલ રૂમનો નંબર ૭૯૭૭૩૬૩૩૦૪ પણ ઉપલબ્ધ રહેશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button