મુંબઈગરા છત્રી સાથે રાખજો! વીકએન્ડમાં મુંબઈમાં વરસાદ પડશે બે દિવસ Yellow Alert
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત દેશમાંથી નૈર્ઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે વિદાય થઈ ચૂકી છે, છતાં મુંબઈમાં હજી થોડા દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. વીકએન્ડમાં મુંબઈ વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. એ સાથે જ થાણે અને પાલઘર માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
| Also Read: કૉંગ્રેસ જોતી રહી ગઇ અને ઠાકરેએ બાંદ્રા પૂર્વથી ઉમેદવારની જાહેરાત કરી દીધી
મુંબઈમાંથી ૧૫ ઑક્ટોબરના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. છતાં બે-ત્રણ દિવસથી ફરી વાદળિયું વાતાવરણ જણાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ ૧૯ અને ૨૦ ઑક્ટોબર માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જાહેર કરીને વીજળીના ગડગડાટ સાથે કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈને વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. તેથી દિવાળી પહેલાની ખરીદી માટે શનિવાર, રવિવારની રજામાં બહાર નીકળનારા મુંબઈગરાને ભીંજાવાનો વખત આવી શકે છે.
| Also Read: Salman Khan ને ફરી મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ સાથે સમાધાન માટે 5 કરોડની માંગણી
મુંબઈમાં સામાન્ય રીતે આઠ ઑક્ટોબરના નૈર્ઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લંબાઈ ગયું હતું અને ૧૫ ઑક્ટોબરના ચોમાસું પૂરું થયું હોવાની હવામાન ખાતાએ જાહેર કર્યું હતું. જયારે ગયા વર્ષે મુંબઈમાંથી ચોમાસાએ ૨૩ ઑક્ટોબરના વિદાય લીધી હતી. આ દરમિયાન ઑક્ટોબરમાં કોલાબામાં અત્યાર સુધી સરેરાશ ૭૩.૫ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૮૧.૨ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે. કોલાબામાં ઓક્ટોબરનો સરેરાશ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે
ગુરુવારે દિવસ દરમિયાન કોલાબામાં મહત્તમ વરસાદ ૩૧.૩ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૩૨.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝના મહત્તમ તાપમાનમાં હળવો ઘટાડો જણાયો હતો. હજી બુધવારે સાંતાક્રુઝમાં ૩૪.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.