આપણું ગુજરાત

Gujarat માં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ નૈઋત્યના ચોમાસાએ સમગ્ર ભારતમાંથી સત્તાવાર રીતે વિદાય લઇ લીધી છે. જો કે હજુ ગુજરાતમાં (Gujarat) વરસાદનું સંકટ યથાવત્ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

18મી અને 19મી ઓક્ટોબરે આ જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 18મી અને 19મી ઓક્ટોબરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી

20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યાતા દર્શવી છે. 21મી ઓક્ટોબર ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા

ગુજરાતમાં સીઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે હવે વરસાદની વધુ આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ છે. રાજ્યના કેટલાક સ્થળોએ આગામી ત્રણ ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button