નેશનલ

Bahraich Violence: જુમ્માની નમાઝ પૂર્વે પોલીસ પ્રશાસન એલર્ટ, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધો જાહેર

બહરાઈચ: દુર્ગાપૂજા વિસર્જન દરમિયાન ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લામાં ભડકી ઉઠેલી હિંસા (Bahraich Violenece) બાદ સમગ્ર વિસ્તારમાં અજંપાભર્યો માહોલ છે, પોલીસ વિભાગ પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયત્નો કરી રહ્યું છે. યુપી પોલીસે (UP Police) ગઈકાલે બહરાઈચ હિંસામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, તેમાંથી બે સાથે એન્કાઉન્ટર પણ થયું છે. બહરાઈચના હિંસા પ્રભાવિત વિસ્તારમાં કોઈપણ બહારની વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દરમિયાન આજે શુક્રવારની નમાઝ છે અને બહરાઇચ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરી છે. બહરાઈચમાં હિંસા પ્રભાવિત વિસ્તારને 9 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. લખનઉમાં બેઠેલા વરિષ્ઠ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. માહિતી માટે કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. પ્રશાસન વીડિયો ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરી રહ્યું છે. શુક્રવારની નમાજને અંગે વહીવટીતંત્ર એલર્ટ છે.

ગઈ કાલે પોલીસે જે બે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, તેમની હાલત નાજુક છે. બંને હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે આરોપી સરફરાઝના પિતાની ધરપકડ કરી લીધી છે. સરફરાઝના ભાઈની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

લખનઉના કેટલાક અધિકારીઓને ફરી એકવાર બહરાઈચ મોકલવામાં આવી શકે છે. ગુરુવારે એન્કાઉન્ટર બાદ ડીજીપી હેડક્વાર્ટરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. એન્કાઉન્ટર અંગે એડીજીએ કહ્યું કે તમામ આરોપીઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ સમયે એન્કાઉન્ટર થયું હતું. આ કેસમાં હમીદ, અફઝલ, સરફરાઝ અને તાલિબની ધરપકડ કરવામાં આવી છે.

બહરાઈચ હિંસા કેસમાં પોલીસે લગભગ 50 લોકોની ધરપકડ કરી છે અને 100 થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button